રાષ્ટ્રપતિ ભવન સોંપવા સાથે સતાનું હસ્તાંતરણ કરી દીધુ: અફઘાનીસ્તાન ફરી 20 વર્ષ જુના યુગમાં: ભયનો માહોલ; કફર્યુ લગાવાયો: સમગ્ર વિશ્વમાં ઘેરા પડઘા કાબુલ તા.16 અફઘાનીસ્તાનમાં અમેરિકાની રવાનગી બાદ કેટલાક દિવસોથી ચાલતા સતાના સંઘર્ષ બાદ છેવટે તાલીબાનોએ કબ્જો જમાવી દીધો છે. પાટનગર કાબુલથી માંડીને રાષ્ટ્રપતિ શાસન પર કબ્જો જમાવીને શાસન હાંસલ કરી લેતા રાષ્ટ્રપતિએ દેશ છોડી દીધો છે. વિદેશમાં શરણ લઈ લીધુ છે.
અફઘાનીસ્તાનમાં સતાનો ખુની સંઘર્ષ વધુ વકરે તે પુર્વે જ સરકારે સતા તાલીબાનોને સોંપીને શરણાગતિ સ્વીકારી લીધી હતી. સતાનું હસ્તાંતરણ પણ કરી દેવામાં આવ્યું હતું. ખુદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ જ તાલીબાનને સતા સોંપી દીધી હતી. રાષ્ટ્રપતિ ઉપરાંત મોટાભાગના નેતાઓ દેશ છોડીને વિદેશ નાસી ગયા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે તાલીબાનોએ મોટાભાગના રાજયોમાં ગત પખવાડીયામાં જ કબ્જો જમાવી લીધો હતો અને કાબુલ કબ્જે કરવા આગળ ધપી રહ્યા હતા.
ખુની સંઘર્ષની આશંકા વચ્ચે સરકારે જ આત્મસમર્પણ કરીને સતા સોંપી દીધી હતી. આ ઘટનાક્રમ વચ્ચે કાબુલમાં નાસભાગ તથા અફડાતફડી મચી હતી. કાબુલ એરપોર્ટ પર અંધાધુંધ ફાયરીંગ થતા 40 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. સતા કબ્જે કરનાર તાલીબાનોએ અગાઉ એમ કહ્યું હતું કે કાબુલમાં પ્રવેશ નહીં કરીએ પરંતુ માત્ર 12 જ કલાકમાં વચનભંગ કર્યો હોય તેમ રવિવારે સાંજે કાબુલમાં ઘુસી ગયા હતા.
સૈન્ય ચોકીઓ પર કબ્જો કરી લીધો હતો અને રાષ્ટ્રપતિ ભવન પણ કબ્જે લઈ લીધુ હતું. આ પુર્વે તાલીબાનોએ કલાકન, કારાબાળા તથા પધમીન જીલ્લાઓ પર કબ્જો કરી લીધો હતો. જલાલાબાદમાં પણ સતા હાંસલ કરી લીધી હતી. આ શહેર પાકિસ્તાન બોર્ડરની અત્યંત નજીક છે.
તાલીબાનોએ 103 દિવસના જંગમાં જ સમગ્ર અફઘાનીસ્તાન પર કબ્જો મેળવી લીધો હતો. ગત 4થી મેના રોજ અમેરિકાએ વિદાય લેતાની સાથે જ તાલીબાનોએ માથુ ઉંચકીને એક પછી એક શહેર-જીલ્લા કબ્જે કરવાનું શરુ કરી દીધુ હતું. 103 દિવસમાં સમગ્ર દેશ પર રાજ જમાવી દીધુ હતું. હિંસક ઘટનાક્રમ વચ્ચે કાબુલમાં ભયના માહોલ વચ્ચે રાત્રે 9 વાગ્યાથી નાઈટ કરફયુ લાગુ કરી દેવામાં આવ્યો હતો.
અફઘાનીસ્તાનમાં તાલીબાની કબ્જા બાદ સર્વત્ર શસ્ત્ર સજજ તાલીબાની લડાકૂ નજરે ચડે છે. જયારે હજારો લોકોએ શહેર છોડવા નાસભાગ કરી હતી. સર્વત્ર જામના દ્રશ્યો સર્જાયા હતા તે સૂચવતી તસ્વીરો.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268