અફઘાનિસ્તાનમાં સત્તાવાર રીતે તાલિબાનના લોકો દ્વારા કબજો કરવાની જાહેરાત બાદ ત્યાં રહેતા ભારતીય ડરી ગયા છે. અફઘાનિસ્તાનથી ભારતીય લોકોને કાઢવા માટે સરકારે આકસ્મિક પ્લાન બનાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે સરકાર ભારતીય દૂતાવાસના પોતાના કર્મચારીઓ અને ભારતીય નાગરિકોનો જીવ જોખમમાં નહીં નાખે અને જરૂરિયાત પાડવા પર ઇમરજન્સી સ્થિતિમાં તેમને કાઢવા માટે યોજના બનાવી લેવામાં આવી છે.
એક રિપોર્ટ મુજબ ભારત સરકાર અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલા ઘટનાક્રમો પર નજીકથી નજર રાખી રહી છે. તેમણે જણાવ્યું કે અમે કાબુલમાં ભારતીય દૂતાવાસના પોતાના કર્મચારીઓના જીવ જોખમમાં નહીં નાખીએ. કાબુલમાં ભારતીય કર્મચારીઓએ અને નાગરિકોને ક્યારે કાઢવામાં આવશે? એમ પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે જમીની પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે. એમ માનવામાં આવે છે કે એર ઇન્ડિયાને લોકો તથા કર્મચારીઓને કાઢવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
કાબુલથી મળી રહેલા સમાચાર મુજબ તાલિબાનના લડાકુઓએ શહેરના બહારના વિસ્તારમાં પ્રવેશ કરી લીધો છે જેથી ત્યાં રહેતા લોકોમાં ડર અને ગભરાહટ ઉત્પન્ન થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાલિબાને અફઘાનિસ્તાનના મોટા ભાગના વિસ્તારો પર કબજો કરી લીધો છે. તેણે કંધાર, હેરાત, મજાર-એ-શરીફ અને જલાલાબાદ જેવા શહેરો સહિત 34માથી 25 પ્રાંતિય રાજધાનીઓ પર કબજો કરી લીધો છે. તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે તેની સત્તાવાર જાહેરાત જલદી જ કરવામાં આવશે..
કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાને સત્તા શેર કરવાની ઓફર ફગાવી દીધી છે અને રાષ્ટ્રપતિ અશરફ ગનીને બહારનો રસ્તો દેખાડ્યો છે. અફઘાન મીડિયાના રિપોર્ટ્સ મુજબ અશરફ ગનીની જગ્યાએ અલી અહમદ જલાલીને વચગાળાની સરકારના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અલી અહમદ જલાલી જર્મનીમાં અફઘાનિસ્તાનના રાજદૂત રહી ચૂક્યા છે. અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિએ દેશ છોડતા જ તાલિબાનના લડાકુઓ કાબુલમાં પ્રવેશી ગયા અને લોકોમાં ડર અને ગભરામણ છૂટી ગઈ, અફરતફરીનો માહોલ બની ગયો.
કાબુલમાં અફરતફરીના માહોલ વચ્ચે એર ઇન્ડિયાના પાયલટો દ્વારા ત્યાં વિમાન લઈ જવા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે. લોકોએ કહ્યું કે એર ઈન્ડિયા એ ફરી એક વખતે નાજુક અવસર પર પોતાની દિલેરી દેખાડીને પોતાને સાબિત કર્યું. ઇન્ડિયન કોમર્શિયલ પાયલટ એસોસિએશનનું કહેવું છે કે અમે ત્યાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે દરેક મદદ કરવા માટે તૈયાર છીએ. એસોસિએશને એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાને આ બાબતે પત્ર પણ લખ્યો હતો. અફઘાનિસ્તાનમાં ફ્લાઇટ ઓપરેશન માટે એર ઇન્ડિયાને મંજૂરી મળી છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268