Why coin thrown in river: જ્યારે કોઈ પવિત્ર અથવા સુંદર નદી પરથી ટ્રેન પસાર થાય છે, ત્યારે લોકો તેમાં સિક્કા જરૂર નાંખે છે. ઘણી વખત લોકો કોઈ ખુશખબર સાંભળવાની લાલચમાં આવું કરે છે તો કોઇ પવિત્ર નદીની દેવી પાસેથી વરદાન માંગવા માટે સિક્કો નાંખી દે છે. ઘણી વખત પ્રેમીઓ તેમના પ્રેમના લાંબા આયુષ્ય માટે નદીમાં સિક્કા નાખે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે નદીમાં સિક્કો ફેંકવા પાછળ માત્ર લોકોની આસ્થા અને અંધશ્રદ્ધા જ છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે નદીમાં ફેંકવામાં આવેલા સિક્કા પાછળ સાયન્સ છે. એટલે કે તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે, જેના વિશે 90 ટકા લોકોને ખબર નહીં હોય!
આજે આપણે નદીમાં સિક્કા ફેંકવા સાથે જોડાયેલી માન્યતાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. લોકો તેને અંધશ્રદ્ધા તરીકે જુએ છે, પરંતુ શું તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છે? હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Quora પર કોઈએ પૂછ્યું કે લોકો નદીમાં સિક્કા કેમ ફેંકે છે? આ અંગે કેટલાક લોકોએ જવાબ આપ્યો છે. ચાલો જોઈએ તેમના જવાબો શું છે.
Quora પર લોકોએ જવાબ આપ્યો
દેવેન્દ્ર કુમાર નામના યુઝરે કહ્યું, “ભારતીય લોકો નદીઓમાં સિક્કા કેમ ફેંકે છે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. પ્રાચીન સમયમાં તાંબાના સિક્કા ચલણમાં હતા. પવિત્ર નદીઓમાં તાંબાના સિક્કા ફેંકવા એ એક એવી રીત હતી જેનાથી આપણા પૂર્વજો ચેપમુક્ત પીવાના પાણીને સુનિશ્ચિત કરી શકતા હતાં. નદીઓ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત હોવાથી, પાણીની નીચે તાંબાના સિક્કા રાખવાથી બેક્ટેરિયાને મારવામાં મદદ મળે છે. શ્રેષ્ઠા કુમાર નામના યુઝરે કહ્યું, “નદીઓમાં સિક્કા ફેંકવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. કારણ હતું પર્યાવરણને સ્વચ્છ કરવાનો અને પાણીને શુદ્ધ રાખવાનો વિચાર. અગાઉ, સિક્કા તાંબામાં ઢાળવામાં આવતા હતાં અને તાંબુ પાણીને શુદ્ધ કરતું હતું, તેથી જ લોકો નદીના પાણીને શુદ્ધ રાખવા અને તેમના સૌભાગ્યને મજબૂત કરવા માટે નદીઓમાં સિક્કા ફેંકતા હતા.”
આ કારણે પાણીમાં સિક્કા નાખે છે લોકો
ચાલો હવે જાણીએ કે અન્ય સ્ત્રોતો તેના વિશે શું કહે છે. સાયન્સ બિહાઈન્ડ ઈન્ડિયન કલ્ચર વેબસાઈટના રિપોર્ટ અનુસાર, પ્રાચીન સમયમાં સિક્કા તાંબાના બનતા હતા. તાંબુ માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી ધાતુ છે. આજકાલ લોકોને તાંબાની બોટલમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પ્રાચીન સમયમાં લોકો આ કારણથી તાંબાના વાસણમાં પાણી પીતા હતા.