હવાઈ એ પ્રશાંત મહાસાગરમાં આવેલો એક દ્વીપસમૂહ છે, જેમાં 8 ટાપુઓનો સમાવેશ થાય છે, જેમાંથી સૌથી મોટો હવાઈ દ્વીપ છે, જેને ધ બીગ આઈલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અમેરિકાનો સૌથી મોટો ટાપુ છે, જેનો એક અનોખો બીચ છે. આ બીચનું નામ છે મહાના બીચ, જેના કિનારા પર ‘રહસ્યમય’ રેતી જોવા મળે છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. ઉપરાંત, આ ટાપુ તેના પ્રાકૃતિક નજારાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
આ બીચની તસવીર @GeologyPage નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઇન્સ્ટાગ્રામ’ પર પોસ્ટ કરી છે, જેના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મહાના બીચને પાપાકોલિયા બીચ અથવા ગ્રીન સેન્ડ બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હવાઈ ટાપુના કાઉઈ જિલ્લામાં સાઉથ પોઈન્ટ નજીક આવેલો લીલો રેતીનો બીચ છે.
આ બીચ શા માટે અનન્ય છે?
હવાઈના બિગ આઈલેન્ડ પર સ્થિત મહાના બીચ ખૂબ જ અનોખો છે કારણ કે તેના કિનારા પર લીલી રેતી જોવા મળે છે. જ્યારે લોકો આ રેતીને પહેલીવાર જુએ છે, ત્યારે તે તેમને રહસ્યમય લાગે છે. તેમના મનમાં અનેક સવાલો ઉઠવા લાગે છે, જેમાં સૌથી મોટો સવાલ એ છે કે આ રેતી લીલી રંગની હોવાનું રહસ્ય શું છે. તે વિશ્વના માત્ર ચાર લીલી રેતીના બીચમાંથી એક છે.
રેતીનો રંગ લીલો કેમ છે?
રેતીનો લીલો રંગ ઓલિવિન નામના અર્ધ-કિંમતી પથ્થરના કણોમાંથી આવે છે, જે મૌના લોઆના દક્ષિણ-પશ્ચિમ ક્રેક પરના જૂના જ્વાળામુખી પુઉ મહાનાના સિન્ડર કોનમાંથી આવે છે. આ ઓલિવિનને કારણે બીચ પરની રેતી લીલા રંગની બની જાય છે.
ઓલિવાઇનને ‘હવાઇયન ડાયમંડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે ભાડાની કાર અથવા અન્ય કોઇ વાહન દ્વારા બીચ પર પહોંચી શકતા નથી. અઢી માઈલ ચાલ્યા પછી જ આ બીચ પર પહોંચી શકાય છે.