આજના સમયમાં ફેસબુક લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. પહેલા લોકો આના પર માત્ર તેમના ફોટા જ શેર કરતા હતા. આ પછી, લોકોએ ફેસબુક પર પોતાનું સ્થાન અને સ્ટેટસ શેર કરવાનું શરૂ કર્યું. છેલ્લા કેટલાક સમયથી લોકો ફેસબુક પર ઘણા પ્રકારના વીડિયો અને રસપ્રદ કન્ટેન્ટ શેર કરવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત, હવે તે માર્કેટપ્લેસ પણ બની ગયું છે. લોકો તેના પર અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે અપલોડ કરી રહ્યા છે.
ફેસબુક પર ઘણા લોકો સામાન ખરીદે છે અને વેચે છે. લોકો તેના પર તેમના ઉત્પાદનોની તસવીરો પોસ્ટ કરે છે. તેને જોયા બાદ લોકો તેને ખરીદવા માટે સામેની વ્યક્તિનો સંપર્ક કરે છે. આ રીતે, અન્ય શોપિંગ સાઇટ્સની જેમ, ફેસબુકનો ઉપયોગ સામાનની ખરીદી અને વેચાણ માટે પણ થઈ રહ્યો છે. હાલમાં જ એક વ્યક્તિએ તેના ઘરના સોફાની તસવીર તેને વેચવા માટે ફેસબુક પર પોસ્ટ કરી હતી. પરંતુ લોકોએ તેને ખરીદવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
બાળકોની આર્ટવર્ક દ્વારા બરબાદ થયેલો સોફા
ફેસબુક માર્કેટપ્લેસ પર વેચાણ માટે મૂકેલા સોફાની આ તસવીરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એક વ્યક્તિએ તેને વેચવા માટે ફેસબુક પર તેના સોફાનો ફોટો પોસ્ટ કર્યો. વ્યક્તિએ તેની કિંમત 76 હજાર રૂપિયા રાખી હતી. પરંતુ આ ફોટો જોતા જ લોકો હસવા લાગ્યા. આ સોફા પર બાળકોએ પેન વડે આર્ટવર્ક કર્યું હતું. પેન વડે કરેલા ડ્રોઈંગ સાથે સોફા વેચવાના પ્રયાસે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. આ ઉપરાંત તેના માટે રાખવામાં આવેલી કિંમતે પણ સૌને ચોંકાવી દીધા હતા.
સોફા ઉત્તમ ગુણવત્તાનો હતો
વ્યક્તિએ જે સોફાની તસવીર પોસ્ટ કરી હતી તે શ્રેષ્ઠ ગુણવત્તાનો હતો. ડીએફએસ બ્રાન્ડનો આ સોફા ચામડાનો બનેલો છે. તે બે રિક્લાઈનિંગ સીટ સાથે પણ આવે છે. પરંતુ તેમાં એક જ ખામી હતી. આ વ્યક્તિના બાળકોએ આ સફેદ સોફા પર પેન વડે આર્ટવર્ક કર્યું હતું. તેમાં અનેક પ્રકારની ડિઝાઇન અને એક કાર પણ બનાવવામાં આવી હતી. બાળકોએ સોફાના કુશન પણ છોડ્યા ન હતા. તેણે તેના પર એક ચિત્ર પણ બનાવ્યું હતું. લોકોએ લખ્યું કે તે મફતમાં ખરીદવા પણ યોગ્ય નથી. અને આ વ્યક્તિ 76 હજાર માંગે છે.