દેશમાં સતત વધતી મોંઘવારી વચ્ચે હવે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે મધ્યમવર્ગને બેંકમાં જમા એફડી પર વધુ વ્યાજ મળે તેવી સંભાવના છે. વાસ્તવમાં, ભારતીય રિઝર્વ બેંકે જમા રકમ પર વ્યાજદરોમાં વધારાના સંકેત આપ્યા છે. શનિવારે જારી એક રિપોર્ટમાં આરબીઆઇએ કહ્યું છે કે, આગામી મહિનાઓમાં બેંકોએ જમા દરોમાં વૃદ્વિ કરવા માટે મજબૂર થવું પડશે. તેને કારણે ક્રેડિટ ગ્રોથ બેંક ડિપોઝિટની તુલનામાં ઝડપી ગતિએ વધી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર દેશનો ઇકોનોમિક આઉટલૂક મજબૂત છે. ચોમાસાની સ્થિતિ બહેતર છે અને ફૂગાવાનું દબાણ સ્થિર છે અથવા આગળ કામ થઇ શકે છે. સસ્ટેનેબલ હાઇ ગ્રોથ માટે પરિસ્થિતિઓ મજબૂત થઇ છે. રિપોર્ટ અનુસાર સહ-લેખક આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ કહ્યું કે, અમે વ્યાપાર ખાધ અને પોર્ટફોલિયો આઉટફ્લો પર બહુ નજીકથી અને સતત દેખરેખ રાખવાની આવશ્યકતા છે.
ડિપોઝિટ પર વ્યાજદર વધારવા પડશે
રિઝર્વ બેંકે ક્રેડિટ ગ્રોથ અને ડિપોઝીટને લઇને જે વાત કરી છે તેના આધાર પર જોઇએ તો બેંકોએ ડિપોઝીટ પર વ્યાજદર વધારવા પર કામ કરવું પડશે. બેંક નિષ્ણાત અનુસાર, જમા વધારવા માટે એફડી અથવા અન્ય ડિપોઝીટ પર વ્યાજદર વધારવો પડશે. જો વ્યાજદર વધશે તો તમને તમારી એફડી પર વધુ રિટર્ન મળશે.
મોંઘવારી પણ ઘટે તેવું અનુમાન
આરબીઆઇ બુલેટિન અનુસાર આરબીઆઇએ 10 અબજ ડોલરની વિદેશી મુદ્રા ખરીદી અને 8 ડોલરનું વેચાણ કર્યું છે. મે મહિનામાં 2 અબજ ડોલરની ખરીદી કરાઇ હતી. રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર હાલના સપ્તાહમાં કોમોડિટીની કિંમતો એટલે કે સોનું, ચાંદી, મેટલઅને બીજી વસ્તુઓની કિંમતોમાં ઘટાડો ચાલુ રહેશે અને સપ્લાય ચેઇન પર દબાણ ઓછું રહેશે મોંઘવારીમાં રાહત મળી શકે છે.