વિશ્વામિત્રી નદીના બન્ને કાંઠાઓ ઉપર ગેરકાયદે બિલ્ડિંગ્સ બની ગઇ છે ઉપરાંત નાના ઉદ્યોગો પણ છે આ તમામના ગટરના પાણી અને કચરો વર્ષોથી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઇ રહ્યા છે. આ બાબતે વડોદરાની અનેક સંસ્થાઓ સુપ્રિમકોર્ટ સુધી રજૂઆતો કરીને થાકી ચુકી પરંતુ કોઇ પરિણામ આવ્યુ નથી. ત્રણ મહિના પહેલા પણ વિશ્વામિત્રીના કાંઠા ઉપર એક ખાનગી જમીનમાંથી ઉદ્યોગોનું કેમિકલ વિશ્વામિત્રીમાં ઠલવાતુ હોવાનું બહાર આવ્યુ હતુ તેમ છતાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે કોઇ કડક કાર્યવાહી કરી નથી.
વડોદરાએ જલસ્ત્રોતને પ્રદૂષિત કરવાનું બીડુ ઝડપ્યુ હોય તેમ શહેરને સ્પર્શતી નદીઓ, તળાવોમાં ઝેરી કેમિકલ ઠલવવાના કિસ્સાઓમા વધી રહ્યા છે. જો કે આ સમસ્યા વર્ષોથી જેના કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી પવિત્ર વિશ્વામિત્રી નદી ગંદકીથી ખદબદતી ગટર બની ગઇ છે. તાજેતરમાં કોઇ કેમિકલ માફિયાએ વિશ્વામિત્રી નદીમાં કેમિકલ ઠાલવી દીધુ હોવાથી નદીનો રંગ લાલ થઇ ગયો છે.