પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટના ઈસ્ટ ઝોન ખાતે સ્માર્ટ ઘર-5 અને 6ના ઇ.ડબ્લ્યુ.એસ.ના નિર્માણ પામેલા 590 આવાસો તથા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર વિસ્તારમાં ખાલી રહેલ એલઆઈજી પ્રકારના 137 પૈકી 100 આવાસના ફોર્મ તા.20 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી મેળવી શકાશે. રાજકોટ મહાનગર પાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી સાંજે 03:00 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે.રાજકોટ મહાનગ રપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઇ ડબ્લ્યુ એસ-1 પ્રકારના આવાસની કિંમત રૂ.3 લાખ અને ફોર્મ સાથે રૂ. 3000 ડીપોઝીટ ભરવાની રહેશે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.3.00 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.આ આવાસમાં અંદાજીત 30 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં એક બેડરૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસની કિંમત રૂ.8.50 લાખ અને ફોર્મ સાથે રૂ. 20,000 ડીપોઝીટ ભરવાની રહેશે કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.1 લાખ થી 2.50 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.આ યોજનામાં હયાત આવાસ જે હાલતમાં છે તે જ હાલતમાં સ્વીકારવાના રહેશે. આ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં રહેતા લોકો જ આ આવાસ યોજનાના ફોર્મ ભરી શકશે. આવાસમાં અંદાજીત 45 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મ શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.100 રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.50 આપવાની રહેશે.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ