કુવામાં પડેલી બાળકીને બચાવી લેવામાં આવેલા બે લોકોએ જણાવ્યું કે કુવામાં પડી ગયેલી બાળકીને બચાવતી વખતે આ અકસ્માત થયો હતો. કેટલાક લોકો તેને બચાવવા માટે આ કૂવામાં નીચે ઉતર્યા હતા, જ્યારે આશરે 40-50 લોકો તેને મદદ કરવા અને જોવા માટે કૂવાના છિદ્ર અને છત પર ઉભા હતા. દરમિયાન કુવાની છત ધરાશાયી થઈ હતી, જેના કારણે આશરે 25-30 લોકો કૂવામાં પડી ગયા હતા.
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં ગુરૂવાર રાતે કુઆમાં પડી ગયેલી બાળકીને બચાવવા જતાં ત્યાં કઠોડા પર ઉભેલા બે ડઝનથી વધારે લોકો અચાનક માટી ઘસી પડતા કુઆમાં પડ્યા હતા. તેમાંથી 16 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. તો વળી ત્રણ લોકોના મોત થઈ ગયા છે. બચાવ અને રાહત કામ આખી રાત ચાલ્યુ. આ ઘટનાની હાલ ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. જો કે, અત્યાર સુધીમાં એ ખબર નથી પડી કે, કુલ કેટલા લોકો કુવામાં ખાબક્યા છે. આ કુવો લગભગ 50 ફૂટ ઊંડો છે. તેમાં લગભગ 20 ફૂટ સુધી પાણી ભરેલુ હતું.
જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગે ગુરૂવારે મોડી રાતે કહ્યુ હતું કે, અત્યાર સુધીમાં 16 લોકો બચાવી લેવામાં આવ્યા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. કુવાના પાણીને મશીન દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યુ છે. હાલ બચાવ અને રાહત કામ ચાલુ છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268