ભારતમાં મસાલાનો ઉપયોગ ખૂબ મહત્વનો છે. ખાવાથી લઈને કેટલીય બિમારીઓ સુધીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ મસાલામાં કાળા મરીની જગ્યા ખાસ છે. તેની માગ દેશ-વિદેશમાં પણ ખૂબ છે. ભારતમાં મોટાભાગે કેરલ, કર્ણાટક અને તમિલનાડૂમાં તેની મુખ્યત્વે ખેતી થાય છે. જો કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત અન્ય કેટલાય રાજ્યોમાં પણ તેની ખેતી શરૂ થઈ ગઈ છે.
ખર્ચ ઓછો નફો વધું
ઓછા ખર્ચે અને વધુ નફો થવાના કારણે હવે તે ધીમે ધીમે ખેડૂતોની વચ્ચે ખાસ્સી લોકપ્રિય ખેતી બની રહી છે. તેની સૌથી ખાસ વાત એ છે કે, તેને દેખરેખ માટે વધારે મહેનત કરવાની જરૂર રહેતી નથી. તો વળી માગના કારણે તેનુ બજાર સરળતાથી મળી જાય છે. ખેડૂતોને વધારે મહેનત કરવી પડતી નથી.
કેવી રીતે કરશો તેની ખેતી
કાળા મરીની ખેતી 10 ડિગ્રી સેસેથી લઈને 50 ડિગ્રી સેલ્યિસસ પર કરી શકાય છે. તેની રોપણી કલમ વિધિ દ્વારા કરવામાં આવે છે. જગ્યા અને જળવાયુના હિસાબે તેના પાકની રોપણી અલગ અલગ રીતે થાય છે. અલગ અલગ રીતમાં છોડ-છોડની વચ્ચે અંતર પર લગાવામાં આવે છે. જો કે, કાળી મરીની ખેતી માટે ઈંટરક્રોપિંગ વિધિ સૌથી કારગર માનવામાં આવે છે.