મૃતક રેખા બીજી વ્યક્તિ જોડે સંબંધ રાખતી હોવાની બાબતે તકરાર થઇ હતી જેને લઇને યુવકે ઉશ્કેરાઈ જઈને ગળું દબાવીને ચાકૂના ઘા મારી હત્યા કરી હોવાની કબુલાત કરી છે.
પ્રેમિકાની હત્યા કરીને લાશને પ્લાસ્ટિકની પાણીની ટાંકીમાં સંતાડી દીધી હતી અને યુવતીના 2 મોબાઈલ લઇને આરોપી ભાગી ગયો હતો.
અમદાવાદના ખોખરામાં મોહન એસ્ટેટમાં ગારમેન્ટ કંપનીના ત્રીજા માળે ધાબા પરની પાણીની પ્લાસ્ટિકની ટાંકીમા યુવતીની લાશ મળી હતી. આ યુવતીની હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનું બહાર આવ્યું છે, ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટે અનુપમ સિનેમા સામે એસ્ટેટમાં રહેતા ઈરફાન ખાન રહીમમુલ્લા ખાન ની ધરપકડ કરી છે.
પોલીસની તપાસમાં આરોપીને મૃતક રેખાબેન સાથે 15 વર્ષથી પ્રેમ સબંધ હતો, 2019 મા બે લાખ રૂપિયા રાખવા આપ્યા હતા જે યુવતી વાપરી કાઢ્યા હતા.
ચાર દિવસ પહેલા પોલીસે લાશ ફાયર વિભાગના જવાનોએ ઝાડ કાપવાના મશીન વડે ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી.