પાટણમાં યુનિવર્સિટીની MA સેમ -1 માં સોફ્ટવેરની ભૂલે છાત્રોને નાપાસ થયાનો ખુલાસો પાટણ માં યુનિવર્સિટી દ્વારા એમ . એ સેમ વનની ઓનલાઈન ફેબ્રુઆરીમાં લેવામાં આવેલી પરીક્ષાનું 16 જુલાઈના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ સોફટવેરની ચકાસણીમાં ભૂલોના કારણે છાત્રો નાપાસ થયા હોવાની એક બાજુ એક ફરિયાદો મળી રહી છે . મંગળવારે વધુ એક સંલગ્ન મહેસાણાની ખેરાલુ અને હિંમતનગરની તલોદ કોલેજના છાત્રોએ બે વિષયમાં ચકાસણીમાં ભૂલ કરી અણધાર્યા ગુણ આપી નાપાસ કરાયા હોય ફરી ચકાસણી કરી પરિણામ જાહેર કરવામાં આવે તેવી પરીક્ષા નિયામકને આવેદન આપી રજૂઆત કરી હતી . મહેસાણાની ખેરાલુ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા નિયામકને આપલા આવેદનેમાં જણાવ્યું કે MA સેમ 1 ના 101 વિષયમાં તેમજ હિંમતનગરની તલોદ કોલેજના છાત્રો દ્વારા MA સેમ 1 માં અર્થ શાસ્ત્ર વિષયમાં છાત્રોએ તમામ પ્રશ્નોના જવાબ સાચા લખ્યા હોવા છતાં ચકાસણીમાં ભૂલ કરી ફક્ત 5 , 7 , 9 જેવા એકી સંખ્યામા જ બધાને ગુણ આપી નાપાસ કરાયા હોય ફરીથી ચકાસણી કરી સુધારા સાથે પરિણામ જાહેર કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી . બંને કોલેજોમાં અંદાજે 70 થી 72 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે . હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પાલનપુરના 200 થી વધારે છાત્રોએ ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા આપી હતી જેમનું 15 જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું . જેમાં પાલનપુરના 200 થી વધુ છાત્રોને સેમ 1 સીસી 101 પ્રશ્નપત્રમાં સમાન 12 ગુણ આપવામાં આવતા છાત્રોમાં નારાજગી સાથે રોષ ફેલાયો હતો જેને લઇ સોમવારે છાત્રોએ હેમચંદ્રાચાર્યના યુનિવર્સિટીના વીસીને લેખિત રજૂઆત કરી ન્યાય આપવા માંગ કરી હતી . કુલપતિ ડૉ . જે . જે . વોરાએ જણાવ્યું હતું કે એમએ સેમ 1 ની પરીક્ષાના પરિણામમાં અલગ અલગ ભૂલો હોવાની રજુઆત મળી છે . તેમજ ક્યાંય છાત્રોએ ખોટા નંબર કે કોડ લખ્યાં છે . જેથી તમામ બાબતની યોગ્ય તપાસ કરી આ બાબતે શું કરી શકાય તે માટે એક્સપર્ટ ના અભિપ્રાય લઇ છાત્રોના હિતમાં નિર્ણય લેવામાં આવશે
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો