રાજકોટના મુકેશભાઈ આસોડિયાએ પોતાના ઘરે એક ટીપાઇમાં રાજકોટ રેલવે જંક્શનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે. બે બાય દોઢ ફૂટની ટીપાઇમાં ઝીણવકપૂર્વક એક એક વસ્તુને ગોઠવી છે. આ માટે મુકેશભાઈને 25 હજારનો ખર્ચ થયો છે. તેમજ આ મિની રાજકોટ રેલવે જંક્શનને બનાવવામાં 4 મહિનાનો સમય લાગ્યો. મહેશભાઈએ આ મિની રેલવે જંક્શન પર ટ્રેન દોડાવવા 12 વોલ્ટની ડીસી મોટરનો ઉપયોગ કર્યો છે. ટેબલ પર આ દોડતી ટ્રેનો આકર્ષણનું કેન્દ્ર બની છે. દિવાળી પર પત્નીએ ઘરમાં ટીપાઇ નથી તો નવી ટીપાઇ લઇ આવો કહ્યું હતું. પણ મુકેશભાઇએ તો ટીપાઇમાં જ રાજકોટનું રેલવે જંક્શન બનાવી નાખ્યું. આબેહૂબ સિગ્નલ આપવાની, નાસ્તાની અને ચાની કેબિન ટીપાઇમાં બનાવવામાં આવી ટીપાઇ પર રેલવે સ્ટેશન બનાવવાના વિચાર અંગે મુકેશભાઈએ જણાવ્યું હતું કે, મારી પત્નીએ ઘરમાં ટીપાઇ છે નહીં તો ટીપાઇ બનાવો અથવા માર્કેટમાંથી લઇ આવો એવું કહ્યું હતું. આથી મેં દિવાળીના સમયે ટીપાઇ પર જ રાજકોટ રેલવે જંક્શન બનાવી નાખું એવો વિચાર આવ્યો. રાજકોટ રેલવે જંક્શન પર જેટલી સાધન સામગ્રી છે તે તમામ ટીપાઇની અંદર ફીટ કરી છે. વર્કિગ મોડલ સાથે બે ટ્રેન સતત ચાલુ જ રાખી છે. આ જોઇને બાળકો અને વડીલો ખુશ થાય છે. મુકેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આ મિની રેલવે જંક્શનની અંદર સિગ્નલ દેવામાં આવ્યા છે. તેમજ સિગ્નલ આપવાની કેબિન, નાસ્તાની કેબિન, ચાની કેબિન, ટોયલેટ, ડિજિટલ પ્લેટફોર્મ અને બાકડા પણ રાખવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનની અંદર જેટલી વસ્તુઓ જોવા મળે છે એ તમામ વસ્તુઓ ટીપાઇની અંદર રાખવામાં આવી છે. સામાન્ય રીતે ટીપાઇની અંદર હીરા, પથ્થર, મોતી જેવી વસ્તુઓ ફીટ કરેલી જોવા મળે છે. પરંતુ મને એમ થયું કે. રેલવે જંક્શન જ બનાવી નાખું. આ બનાવતા મારે 4 મહિનાનો સમય લાગ્યો છે. આ ટીપાઇ બનાવવામાં મારે 25 હજારનો ખર્ચ થયો છે. કોઈનો ઓર્ડર આવશે તો હું બનાવી આપીશ. મુકેશભાઈએ ટીપાઇમાં આબેહૂબ રેલવે જંક્શન બનાવ્યું છે. ચાલતી ટ્રેન, રેલવે ટ્રેક, યાર્ડ, ચાની કેબીન, નાસ્તાની કેબિન, પાણીનું પરબ, પેસેન્જર તેમજ જે કાંઈ રેલવે સ્ટેશન પર જોવા મળે તે દરેકે દરેક વસ્તુને તેઓએ ખૂબ જ ઝીણવટપૂર્વક બનાવી છે. ખૂબ જ ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરીને ખૂબ જ ધીરજપૂર્વક બધુ બનાવવામાં આવ્યું છે. આ ટીપાઇને જોઇને લોકોને ભારે કૌતુક થાય છે. પરંતુ કલાનો આ અદભૂત નમૂનો તમને ક્યાંય જોવા ન મળે એવો છે. ટીપાઇ જોઇને લોકો પણ કહી રહ્યા છે કે, આ તો આપણા રાજકોટીન્સ કરી શકે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો