રાષ્ટ્રીય પક્ષી મોર ને અથવા તેના ઇંડાને નુકસાન પહોંચાડવા પર સજાની જોગવાઇ છે, તેમછતાં તેને ફરી એકવાર હેરાન કરવાનો મામલો સામે આવ્યો છે. મોર રાષ્ટ્રીય પક્ષી છે. તેનો શિકાર, ઇંડા નષ્ટ કરવા તથા ખાવા વગેરે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમના અંતગર્ત ગેરકાયદેસર છે. જાણકારોના અનુસાર ગુનો સાબિત થતાં તેમાં 7 વર્ષની સજા થઇ શકે છે. નોઇડાના બીરમપુર ગામમાં ઢેલના ઇંડા ચોરી કરી આમલેટ બનાવીને ખાવાનો કેસ સામે આવ્યો છે. આ ઘટનાથી ગ્રામીણોમાં આક્રોશ છે.
પોલીસના અનુસાર ગ્રામીણોએ ગામના જ મુન્નાના પ્લોટમાં ઢેલના ઇંડા આપ્યા હતા. આ ઇંડા તોરઇની વેલની પાસે રાખ્યા હતા. સવારે ઇંડા ચોરી થઇ ગયા. ગ્રામજનોએ તપાસ કરી તો એક બાળકે જાણકારી આપી કે તેણે વિશેષ સમુદાયના ચાર યુવકોને ઇંડા લઇ જતા જોયા છે. ગ્રામજનો આરોપીઓના ઘરે પહોંચ્યા તો આરોપીઓએ કહ્યું કે ઇંડાની તેમણે આમલેટ બનાવીને ખાઇ લીધી છે. આરોપીઓએ ગ્રામજનોને ધમકી આપીને ભગાવી દીધા. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે.
રાષ્ટ્રીય પક્ષી મોરના ઇંડા ચોરી કરવાનો આરોપ સમુદાયના વિશેષ ચાર યુવકો પર છે. ગ્રામીણોએ પોલીસમાં ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. ઇંડાના છિલકા લઇને ફોરેન્સિક લેબ માં તપાસ માટે મોકલી દીધા છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268