ગુજરાત પોલીસના જવામર્દ ડીવાયએસપી અરભમભાઇ રાણાભાઇ ગોઢાણિયાનું ગત તા.૧૩ને રુધવારે ચાલુ ફરજ દરમિયાન હૃદયરોગના હૂમલાથી અવસાન થતાં તેમના બહોળા મિત્રવર્તુળ, પોલીસબેડામાં અને મહેર સમાજમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
મૂળ પોરબંદર પંથકના ગોઢાણિયા પરિવારમાં પિતા રાણાભાઇ અરજનભાઇ અને માતા મોતીબેનના ઓરડે તા.૧-૬-૧૯૬૭ના રોજ જન્મેલા અરભમભાઇએ બી.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યા બાદ ૧૯૯૪માં પોલીસ ખાતામાં જોડાયા હતા. ગાંધીનગર, ભુજ, પોરબંદર ખાતે પી.એસ.આઇ. પરીકે ફરજ બજાવી હતી. કચ્છમાં આવેલા ભૂકંપ વખતે તેમણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પોરબંદરથી પ્રમોશન મેળવી હથિયારધારી પી.આઇ. તરીકે જૂનાગઢ, રાજકોટ અને વડોદરા ખાતે ફરજ બજાવી હતી. ર૦૧રમાં ડીવાયએસપી તરીકે પ્રમોશન મેળવી એસઆરપી જૂથમાં રૂપનગર વાલીયા ખાતે હતા. હાલ છેલ્લે તેઓ એસઆરપી જૂથ, ઘંટેશ્વર-રાજકોટ ખાતે ફરજ બજાવતા હતા.
લગ્નગ્રંથીથી આશાબેન સાથે જોડાયેલા અરભમભાઇના ત્રણ સંતાનોમાં બે દિકરી પૂનમ (હાલ યુ.કે.), ડો. પ્રિયંકા અને પુત્ર રાજકુમાર છે. ડો. પ્રિયંકાની સગાઇ થોડા સમય પહેલાં જ યુ.કે. રહેતાં સાયન્ટીશ કરન માંડણભાઇ ગોરાણિયા સાથે થઇ છે. માંડણભાઇ ગોરાણિયાનું મહેર સમાજમાં બહુ મોટું નામ છે. હૃદયરોગના હૂમલાથી અવસાન થતાં તેમના બહોળા મિત્રવર્તુળ, પોલીસબેડામાં અને મહેર સમાજમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું