પોરબંદર શહેરમાં આમ તો વર્ષોથી રેઢિયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ ચોમાસાના સમયમાં પોરબંદર શહેરમાં રેઢિયાળ પશુઓની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે હાલ ચોમાસાના સમયમાં વાડી ખેતરોમાં મગફળી સહિતના પાકુનં વાવેતર થયું છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના પશુઓ શહેર તરફ પ્રયાણ કરે છે. જેના કારણે હાલ પોરબંદર શહેરના મુખ્ય એમ.જી. રોડ સહિતના વિસ્તારોમાં આ મુંગા અબોલ પશુઓ પડાવ નાખીને બેઠા નજરે પડે છે. ક્યાંક સ્વાર્થ પણ કારણભૂત છે કારણ કે કેટલાક પશુમાલકી પોતાના પશુઓને પોતાનો સ્વાર્થ પુરો થયા બાદ રેઢા મુકી દે છે. અન્ય પશુઓ પણ શહેરમાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને આખલાઓનો ત્રાસ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અવાર નવાર રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટ લઇ અને ઇજા પહોંચાડે છે અને આખલા યુદ્ધના દ્રશ્યો શહેરમાં સામાન્ય બની ગયા છે. પોરબંદર-છાંયા નગરપાલિકાના તંત્રને જ્યારે સુરાતન ચડે છે ત્યારે આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. આ કામગીરીમાં પણ ક્યાંક જીવદયા પ્રેમીઓનો બડાપો અવરોધરૂપ બનતો હોવાનું કહેવાય છે. જીવદયા પ્રેમીઓની લાગણી પણ ક્યાંક સાચી હોય તેવું લાગી રહ્યું છે. અંતે જવાબદારી તો પાલિકાની છે અને આ પશુઓને આશરો મળી રહે તે માટે ઓડદર ગૌશાળા ખાતે યોગ્ય વ્યવસ્થાના અભાવે આ પશુઓને આશરો આપવો પણ કઠીન બન્યો છે. ક્યાંક કેટલાક પશુપાલકોની બેદરકારી તો ક્યાંક નગરપાલિકાની ઉદાશીનતાને કારણે આ રેઢિયાળ પશુઓને આશરો કોણ આપશે તે પણ એક પેચીદો સવાલ છે. અંતે તો સહન શહેરીજનોને જ કરવાનું છે. રેઢિયાળ પશુઓના કારણે કેટલાક લોકોએ પોતાના સ્વજન ગુમાવી દીધા છે તો કેટલાક લોકોન ઇજાગ્રસ્ત પણ બન્યા છે. એક તરફ લમ્પિ વાયરસના કારણે ગૌધન મોતને ભેટી રહ્યું છે તો બીજી તરફ તેમના આશરાને લઇને પણ મુશ્કેલી ઉભી થય છે. આનુ નિરાકરણ કોણ અને ક્યારે લાવશે તેવા સવાલો શહેરીજનોના મનમાં ઉઠી રહ્યાં છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું