રેશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ હોવાથી તેમાં નામ હોવું જરૂરી છે. રેશન કાર્ડની મદદથી ગરીબોને મફત અનાજ સહિત અનેક યોજનાઓનો લાભ મળે છે. ખેડૂતો માટેની કિસાન સમ્માન નિધિ યોજના માં પણ રજિસ્ટ્રેશન માટે રેશન કાર્ડ નંબર હોવો જરૂરી છે. આ કારણસોર રેશન કાર્ડમાં તમામ સભ્યોના નામ હોવા જરૂરી છે તથા અપડેટ રાખવું પણ જરૂરી છે.
ઘરમાં જન્મ લેનાર બાળક હોય કે પછી ઘરમાં કોઈ સભ્યના લગ્ન થયા હોય તો તે સભ્યની પત્નીનું નામ પણ રેશન કાર્ડમાં હોવું જરૂરી છે. રેશન કાર્ડમાં નામ રજિસ્ટર કરાવવું અઘરું નથી. રેશન કાર્ડમાં નામ રજિસ્ટર કરાવવા માટે અનેક રાજ્ય ઓનલાઈન સર્વિસ પણ પ્રદાન કરે છે. ઘરમાં આવેલ નવા સભ્યનું રેશન કાર્ડમાં નામ ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટર કેવી રીતે કરવું તે અંગે અહીં જણાવવામાં આવ્યું છે.
રેશન કાર્ડમાં નામ રજિસ્ટર કરવા માટેના ડોક્યુમેન્ટ
જો કોઈ બાળકનું નામ રેશન કાર્ડમાં રજિસ્ટર કરવાનું હોય તો ઘરના મુખ્ય વ્યક્તિનું રેશન કાર્ડ, બાળકના જન્મનો દાખલો, માતા-પિતાના આધાર કાર્ડની જરૂરિયાત રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ રજિસ્ટર ફોર્મ સાથે અટેચ કરવાના રહેશે.
જો ઘરમાં આવેલ નવવધૂનું નામ રેશન કાર્ડમાં રજિસ્ટર કરવાનું હોય તો લગ્નનું પ્રમાણપત્ર, પતિનું રેશન કાર્ડ, નવવધૂનું પિયરના રેશનકાર્ડમાંથી નામ હટાવવાનું પ્રમાણ પત્ર, પિયરનું આધાર કાર્ડ રજિસ્ટર ફોર્મ સાથે અટેચ કરવાનું રહેશે.
ઓફલાઈન પ્રોસેસ
રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ રજિસ્ટર કરાવવા માટે ખાદ્ય વિભાગની ઓફિસમાં જઈને ફોર્મ લેવાનું રહેશે. હરિયાણા સહિત કેટલાક રાજ્યોમાં આ ફોર્મ કોટેદાર અથવા ડેપો હોલ્ડર પાસે પણ મળી જાય છે. આ ફોર્મમાં તમામ વિગતો યોગ્ય રીતે ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખાદ્ય વિભાગ કેન્દ્રમાં જમા કરાવી દો. આ ફોર્મ સબમિટ કર્યા બાદ રિસીપ્ટ અચૂકથી લઈ લેવી. અધિકારી આ ફોર્મની તપાસ કરશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ તમને અપડેટેડ રેશન કાર્ડ મળી જશે.
ઓનલાઈન પ્રોસેસ
રેશન કાર્ડમાં નવા સભ્યનું નામ રજિસ્ટર કરાવવા માટે અનેક રાજ્યોમાં ઓનલાઈન પ્રોસેસની સુવિધા આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ઓનલાઈન પ્રોસેસથી નવા સભ્યનું નામ કેવી રીતે રજિસ્ટર કરી શકાય તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
- – સૌથી પહેલા ttps://fcs.up.gov.in/FoodPortal.aspx વેબસાઈટની મુલાકાત લો.
- – ત્યારબાદ આ વેબસાઈટ પર લોગઈન કરો. તમારી પાસે પહેલેથી જ લોગઈન આઈડી હોય તો તમારે લોગઈન કરવાનું રહેશે.
- – ત્યારબાદ હોમપેજ પર નવા સભ્યનું નામ રજિસ્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળશે.
- – આ ઓપ્શન પર ક્લિક કરતા એક ફોર્મ ખુલશે.
- – અહીં નવા સભ્ય વિશે માંગવામાં આવેલ માહિતી યોગ્ય રીતે ભરી લો.
- – ફોર્મ સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે.
- – આ તમામ માહિતી ભર્યા બાદ સબમિટ ઓપ્શન પર ક્લિક કરો.
- – ફોર્મ સબમિટ કર્યા બાદ એક રજિસ્ટ્રેશન નંબર જોવા મળશે. આ રજિસ્ટ્રેશન નંબર પરથી તમે આ ફોર્મને ટ્રેક કરી શકો છો.
- – અધિકારી તમામ દસ્તાવેજની ચકાસણી કરશે. તમામ માહિતી યોગ્ય રીતે ભરવામાં આવી હશે તો ફોર્મ સ્વીકારી લેવામાં આવશે ત્યાબાદ પોસ્ટથી નવું રેશન કાર્ડ મોકલવામાં આવશે.