Holi 2024: હોળીના અગ્નિમાં શું અર્પણ કરવું ?????
મેષ રાશિવાળાએ આખું નાળિયેર અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલવો.
વૃષભ આશીવાળાએ સાત લાડવા અર્પણ કરવા ને ઓમ શ્રીકૃષ્ણાય નમઃ મંત્ર બોલવો.
મિથુન રાશીવાળાએ ખજૂર અર્પણ કરવી અને ઓમ શ્રી ગોવિંદાય નમઃ મંત્ર બોલવો.
કર્ક રાશીવાળાએ ખારેક અર્પણ કરવી ને ઓમ શ્રી કેશવાય નમઃ મંત્ર બોલવો.
સિંહ રાશીવાળાએ એક દાડમ અર્પણ કરવું અને ઓમ હં હનુમંતાય નમઃ મંત્ર બોલવો.
કન્યા રાશીવાળાએ ઘાણી અર્પણ કરવી ને ઓમ નમો નારાયણાય નમઃ નો પાઠ કરવો.
તુલા રાશીવાળાએ ગૂગળ અર્પણ કરતાં ઓમ શ્રી મહાલક્ષ્મૈય નમ: મંત્ર બોલવો.
વૃશ્વિક રાશી ધારકોએ કપૂરની ગોટી અર્પણ કરવી અને ઓમ શ્રી લક્ષ્મીનારાયણ નમઃ મંત્ર બોલવો.
ધન રાશીવાળાએ સફેદ રંગની મીઠાઇ અર્પણ કરવી અને ઓમ શ્રી નૃસિંહ નારાયણાય નમઃ મંત્રનો જાપ કરવો..
મકર રાશિના જાતકોએ ધાન અર્પણ કરવું અને ઓમ શ્રી માધવાચ નમઃ મંત્રનો જાપ કરવો.
કુંભ રાશીના જાતકોએ સૂકા કોપરાનો આખો ગોળો અર્પણ કરવો અને ઓમ શ્રી રાધાકૃષ્ણાય નમઃ મંત્ર બોલવો.
મીન રાશીવાળાએ ૭ સોપારી અર્પણ કરવી ને ઓમ શ્રી સત્યનારાયણ નમ: મંત્રનો જાપ કરવો.
હોલિકાદહન સમયે હોળીના અગ્નિમાં ફળ , ફૂલ , હળદર , કંકુ , અબીલ , ગુલાલ, ધાન ,મગ , મીઠાઇ, સરસવ, સોપારી ,ઘાણી, મમરા , ખજૂર, નાળિયેર અર્પણ કરવાં જોઈએ. જીવનમાં બાધામુક્તિ માટે ૧૧ લવિંગ અર્પણ કરવાં. ગાયનું ઘી અર્પણ કરવાથી કોર્ટ – કચેરીના વિવાદ દૂર થાય છે. સૂકા ટોપરાનો આખો ગોળો અર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે.