પાટણના વિશ્વપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ખાતે જ્ઞાનોત્સવ નો અનેરો કાયૅક્રમ પૂજ્ય આચાર્યશ્રી પુંડરિકરત્નસૂરિની પાવનકારી નિશ્રામાં યોજાયેલ. આ પ્રાચીન ભારતીય શિક્ષા પ્રણાલિનો વારસો ભવિષ્યની પેઢીને પણ ઉપલબ્ધ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે માત્ર હસ્તપ્રતો અને તાડપત્રો જ નહિ પરંતુ આઝાદિ પહેલાના અનેક અલભ્ય પ્રકાશિત પુસ્તકોનું પણ ડિજીટલાઇઝેશન કરવામાં આવ્યું छे.
પૂજ્ય આચાર્ય શ્રી પુંડરિક રત્ન સુરીશ્વરજી મહારાજાની પ્રેરક નિશ્રામાં
ત્યારે આ કામ કરનાર ટીમના સુશ્રી માનસીબેન ધારીવાલ અને ટીમનો સન્માન સન્માનપત્ર આપીને સન્માન કરાયું હતું.
ભવિષ્યની પેઢી માટે ઐતિહાસિક હસ્તપ્રતો નું ડિજીટલાઈઝેશન
આ પ્રસંગે આવેલા માનસીબેન ધારીવાલે જણાવ્યું હતુંકે અહીં સચવાયેલી હસ્તપ્રતો અમૂલ્ય છે, અનેક હસ્તપ્રતો તેમજ તાડપત્રો અપ્રકાશિત છે, તે વારસો ભવિષ્યની પેઢી માટે સંવર્ધિત કરવામાં આવ્યો છે.તેનો વ્યવસ્થિત અભ્યાસ કરવાની જરૂર છે.અમદાવાદના જૈન સાહિત્યના અભ્યાસુ ડૉ.જીતેન્દ્ર શાહે જણાવ્યું કે ભારતમાં ૫ કરોડ જેટલી હસ્તપ્રતોમાંથી આજે માત્ર ૧ કરોડ જેટલી જ હસ્તપ્રતો ઉપલબ્ધ છે, ઘણું સાહિત્ય નષ્ટ થયું છે. તેના જતન માટે ચિંતા દર્શાવી હતી.
સેકડો હસ્તપ્રતો, મેગેઝિન, પત્રો, નકશાઓ નું સંકલન
સંસ્થાના વ્યવસ્થાપક યતીનભાઇ શાહે ગ્રંથ ભંડારમાં નવી ઉમેરાયેલી આશરે ૪૩૦૦ કાગળની હસ્તપ્રત તેમજ એક સૈકા જુના મેગેઝીન જેમ કે હરિજનબંધુ, સાહિત્ય, પ્રબુદ્ધ જૈન જેવા ૨૦૦૦ જેટલા અલભ્ય મેગેઝીન તથા ૨૦૦૦ જેટલા પત્રો, ચિત્રો, નકશા તેમજ મોટી સંખ્યામાં મુદ્રિત પુસ્તકોના સ્કેનિંગ થયાની માહિતી આપી હતી. આ કાર્ય મુનિશ્રી મહાવિદેહ વિજયની દેખરેખ હેઠળ હેઠળ થયું હતું. આચાર્યશ્રી પુંડરિક રત્નસૂરિએ
પ્રાકૃત-સંસ્કૃત હસ્તપ્રતોમાં રહેલા સાહિત્યનો અભ્યાસ અને સંશોધન કરવા હાકલ
જણાવ્યું કે અનેક વિદેશીઓએ ભારતને લુંટ્યું છતા પણ ભારત ક્યારેય ભાંગી પડયું નથી. કાર્યક્રમમાં જેસલમેરના જ્ઞાનભંડારના અધ્યક્ષ મહેન્દ્રભાઇ શાહે સંસ્થાના કાર્યને બિરદાવીને જેસલમેરમાં પણ આ કાર્ય કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાત યુનિ.ના પ્રાકૃત-પાલિ વિભાગના અધ્યક્ષ ડૉ. દીનાનાથ શર્માએ હેમચંદ્રાચાર્ય યુનિ.માં પ્રાકૃત-સંસ્કૃત હસ્તપ્રતોમાં રહેલા સાહિત્યનો અભ્યાસ અને સંશોધન કરવા હાકલ કરી હતી.પૂજય સાધ્વી ભગવંત શ્રી
ચિન્તનપૂર્ણાશ્રીજીએ પાટણમાં કર્યું ઐતિહાસિક કાર્યનું સૂચન
પૂજ્ય સાધ્વીજી શ્રી ચિંતનપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબે યુનિવર્સિટી.માં સાધુ-સાધ્વીઓને એકેડેમિક લેવલના અભ્યાસની સુવિધા ઊભી કરવા જૈન શ્રેષ્ઠીઓને સૂચન કર્યું હતું.
કાર્યક્રમનું સફળસંચાલન ડૉ. કુણાલ કપાસીએ કર્યું હતું.આભારવિધી જૈન મંડળ ના શ્રી ધીરુભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ.