Banaskantha : બનાસકાંઠા સહિત ગુજરાતની મોટા ભાગની બજાર સમિતિઓ દ્વારા પોતાના ખેડૂત ખાતેદારોને પુરૂ પડાતું વીમા કવચ ખેડૂતના આકસ્મિક અવસાન (Accidental death)ના કેસમાં પરીવાર માટે અણધારી આફત ટાણે ખૂબ રાહત આપનારું પુરવાર થાય છે. જોકે બનાસકાંઠાના દીયોદર તાલુકા (Deodar Taluka of Banaskantha )ના 80 હજારથી વધુ ખેડૂત (Farmers) ખાતેદારો બજાર સમિતિની ઢીલી નીતિના પાપે હજુય વીમા કવચનો ઇન્તજાર કરી રહ્યા છે.
સદ્ધર ગણાતી દીયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Deodar Agricultural Produce Market Committee) ખેડૂત ખાતેદારોને વીમા કવચ પૂરું પાડવા ચાર-પાંચ મહિના વિતવા છતાં હજુય કંપનીઓ શોધી રહી હોવાની વિગતો બહાર આવી છે.
ખેડૂતો ની સંસ્થા અને ખેડૂતો ના વીમા માં… ડીંગો….?
બનાસકાંઠાના દીયોદર તાલુકામાં કોઈ મોટા ઔધોગિક એકમો કાર્યરત નથી જેથી તાલુકાના મોટા ભાગના પરિવારો ખેતી અને પશુપાલન દ્વારા જીવન નિર્વાહ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તાજેતરમાં જ દિયોદર બજાર સમિતિ સંચાલિત નવા ગંજ બજાર સંકુલના ઉદ્ઘાટન ટાણે અઘ્યક્ષ સ્થાને ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhary, Speaker of Gujarat Legislative Assembly)એ દીયોદર તાલુકાના ખેડૂત ખાતેદારોને બજાર સમિતિ (Deodar apmc ) દ્વારા 1 એપ્રિલ, 2024 થી વીમા કવચ પૂરું પડાશે તેવી જાહેરાત કરી આ નિર્ણયથી બજાર સમિતિના અધિકૃત – બિન અધિકૃત સંચાલકોને ખેડૂતોના આશીર્વાદ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
દિયોદરના નવા ગંજ બજાર સંકુલના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે (Deodar MLA Keshaji Chauhan) પણ વીમા ક્લેઈમની પ્રવર્તમાન જોગવાઈઓ પર પ્રકાશ પાડી ખેડૂત ખાતેદારોના આકસ્મિક મૃત્યુના કેસમાં પોસ્ટમોર્ટમ કરાવી પોલીસ દફતરે નોંધ કરાવી દેવાની જાગૃતિ દાખવવા તાલુકાના દરેક ખેડૂત પરિવારોને સુફિયાણી સલાહ આપવા સાથે આ સેવા કાર્ય માટે બજાર સમિતિના સંચાલકોને ઉતાવળે અભિનંદન પણ પાઠવી દીધા હતા.
વિલંબનીતિ: બજાર સમિતિની નિષ્ક્રિયતા ચર્ચાની એરણે…!!
જોકે આ જાહેરાતને મહિનાઓ વીતી જવા છતાં હજું સુધી તાલુકાના ખેડૂત ખાતેદારોને કોઈ વીમા કવચ મળ્યું નથી. 1 એપ્રિલ, 2024 થી વીમા કવચ આપવાની જાહેરાત કરાઈ હતી પરંતુ 1 ઓગસ્ટ, 2024 સુધી એટલે કે ચાર મહિના વીતવા છતાં હજુ વીમા કંપની પણ નક્કી થઈ નથી કે પ્રીમિયમ પણ ભરાયું નથી.
બજાર સમિતિના અઘીકૃત કે બિન અધિકૃત સંચાલકોની બેદરકારીના પાપે હજુ સુધી ખેડૂત ખાતેદારોને વીમા કવચ ના મળ્યું હોઈ કોઈ ખેડૂત ખાતેદાર (Farmer) ના આકસ્મિક મૃત્યુ ની ઘટનામાં વારસદારો વીમા (Insurance)સહાયથી વંચિત રહી જાય એવો ઘાટ ઘડાયો છે.
આ મામલે દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન માલાભાઈ ચૌધરી (Deodar APMC Chairman Malabhai Chaudhary) નો સંપર્ક કરાતાં તેમણે ઓછા પ્રીમિયમમાં વીમા પોલીસી આપતી વીમા કંપનીઑ સાથે વાતચીત ચાલુ હોવાનું જણાવ્યું હતું.
દિયોદરના નવા ગંજબજારના ઉદ્ઘાટન ટાણે વિધાનસભા અધ્યક્ષે કરેલી જાહેરાત પર બજાર સમિતિની બેદરકારીએ પાણી ફેરવ્યું
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા (Banaskantha)ની નવરચિત સૂઇગામ બજાર સમિતિ (Suigam APMC)તેમજ માત્ર ત્રણ વર્ષ પૂર્વે જ કાર્યરત થયેલી પાટણ (Patan જિલ્લાની સાંતલપુર (Santalpur) બજાર સમિતિ પણ પોતાના ખેડૂત ખાતેદારોને વીમા રક્ષણ પૂરું પાડી રહી છે ત્યારે વિકસિત અને સધ્ધર મનાતી દીયોદર બજાર સમિતિ (Deodar apmc) ના સંચાલકોની વિલંબનીતિ ખેડૂત પરિવારોનું અહિત કરી રહી હોઈ આ મામલો ચર્ચાની એરણે ચડ્યો છે અને 1 એપ્રીલ, 2024 થી દીયોદર તાલુકાના ખેડૂત ખાતેદારોને વીમા કવચ આપવાની વિધાનસભા અધ્યક્ષની જાહેરાત બાદ પણ બેદરકારી દાખવી રહેલી બજાર સમિતિની નિષ્ક્રિયતા સામે દીયોદર તાલુકાના 80 હજારથી વધુ ખેડૂત પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
લોકો માં ચચૉસ્પદ બનવા પામેલ છે કે શું માર્કેટ સમિતિ એ વિધાનસભા ના અધ્યક્ષ અને દિયોદર ના ધારાસભ્ય શ્રી પાસે લોકો ને રાજી કરી તાળીઓ પડાવવા જ વીમા ની જાહેરાત નું ગાજર લટકાવ્યું હશે..કે શું ..?
ખેડૂતો નો વિમો ઉતરે તે માટે ખેડૂતો ના હામી અને માર્કેટ સમિતિની આવક નો યશસ્વી રેકોર્ડ કરવા જઈ રહેલા ચેરમેન શ્રી ના આ સુકાર્યો માં કોઈ ડીલીવરીઓમાં બાળકો ની અદલીબદલી કરવાના માસ્ટર માઇન્ડ ઓપરેશન કરી રહ્યા હોવાનું ચચૉસ્પદ બનવા પામેલ છે.