*પાટણમાં ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય’ કાર્યક્રમનું આયોજન* ……………….. પાટણ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 5.84 કરોડના ખર્ચે 13,719 વીજ જોડાણો આપવામાં આવ્યા પાટણના APMC ઓડીટોરીયમ હોલ ખાતે આજરોજ વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ 2047 સુધીની અપેક્ષાઓ પર આધારીત કાર્યક્રમ ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્યનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વીજળીને લગતી તમામ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. દેશ જ્યારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે, ત્યારે વડાપ્રધાનશ્રીનું ‘’હર ઘર બીજલી, હર ગાંવ બીજલી’’નું સપનું આજે સાકાર થયું છે. સમગ્ર દેશમાં માત્ર 18 મહિનામાં 2 કરોડ 86 લાખ વીજ કનેક્શન આપવામાં આવ્યા છે અને દેશના ઘરે ઘરે આજે વીજળી રૂપી વિકાસના દ્વારા ખોલવામાં આવ્યા છે. આ સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે પાટણ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પાટણ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં વીજ ક્ષેત્રે થયેલ સિદ્ધીઓની વાત કરીએ તો 10 કરોડના ખર્ચે 2 નવા સબસ્ટેશન બન્યા છે. ઉપરાંત 14.73 કરોડના ખર્ચે 92 ફીડરનું વિભાજન કરાયું, સરદાર કૃષિ જ્યોતિ યોજના અંતર્ગત 10.68 કરોડના ખર્ચે 50 ફીડરનું સમારકામ અને 31 ફીડરનું વિભાજન કરવામાં આવ્યું છે. નવીન ખેતી વીજ જોડાણની વાત કરીએ તો જિલ્લામાં 5313 વીજ જોડાણો 119.58 કરોડના ખર્ચે કરવામાં આવ્યા છે. સ્લમવિસ્તારોમાં 5.84 કરોડના ખર્ચે 13719 વીજ જોડાણો આપવામાં આવ્યા છે. તો આ તરફ સૂર્ય શક્તિ કિસાન યોજના હેઠળ 28.33 કરોડના ખર્ચે 4 ફીડરોના 85 ગ્રાહકોને લાભ આપવામાં આવ્યો છે. આજે સૌ કોઈ સોલાર રૂફટોપ તરફ વળ્યા છે અને તે માટે જિલ્લામાં 2865 ગ્રાહકોને લાભ મળ્યો છે જેની વીજ ઉત્પાદન ક્ષમતા 9828 KW છે. આ રીતે પાટણ જિલ્લો પણ વીજ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. ભારત વીજળી ક્ષેત્રે વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. દેશના દરેક ખુણે આજે વીજળી પહોંચવાનું જે કાર્ય થઈ રહ્યુ છે તેના થકી વિકાસના દ્વાર ખુલ્યા છે. સૌભાગ્ય (દરેક ઘરે પ્રકાશ) યોજના હેઠળ 2 કરોડ 86 લાખ વીજ કનેક્શન માત્ર 18 મહિનામાં આપવામાં આવ્યું છે. આજે ભારતમાં દુનિયાનું સૌથી મોટું વિદ્યુત અભિયાન ચાલી રહ્યું છે. જે આપણા સૌ દેશવાસીઓ માટે ગર્વની વાત છે. સૌભાગ્ય યોજના એ રાષ્ટ્રના પ્રવાસની એક વાર્તા છે જેના પ્રવાસે આજે લોકોનું જીવન બદલી નાખ્યુ છે. દેશના દરેક ગામો આજે પ્રગતિની વાર્તા કહી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો વીજળી વગરનું જીવન એ આજે રાજ્ય માટે ભૂતકાળ બની ગયુ છે. માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન હતુ કે દેશના તમામ ઘરોમાં વીજળી પહોંચે. આજે આ સ્વપ્ન સાકાર થયું છે. ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યક્રમના મુખ્ય અતિથિશ્રી શ્રીમતી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યુ હતુ કે, આજે જ્યારે દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતના લોકોને સમર્પિત છે. આ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે ઉર્જા મંત્રાલય MNRE તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી ઉજ્જલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય પાવર @ 2047ની અપેક્ષાઓ હેઠળ પાવર સેક્ટરની ઘણી મોટી સિદ્ધીઓ હાંસલ કરી છે. ભારતમાં વીજઉત્પાદનની ક્ષમતા જે વર્ષ 2014 પહેલા 2 લાખ 48 હજાર મેગાવોટ હતી તે આજે વધીને 4 લાખ મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીના સાશનમાં વીજક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખશ્રી સ્મિતાબેન પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પલ્લવીબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, UGVCLના સભ્યો તેમજ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
Trending
- ભયંકર તોફાન તબાહી મચાવવા માટે છે તૈયાર, 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
- નિવૃત્તિ પર જોઈએ છે 1 કરોડ રૂપિયા ? તો અત્યારથી જ શરૂ કરો આ કામ
- માર્ગશીર્ષ અમાવસ્યા પર ભગવાન શિવને આ વસ્તુઓથી કરો અભિષેક, ધન અને કીર્તિમાં વધારો થશે.
- શરીરમાં એનિમિયા દૂર કરવા કિસમિસનું સેવન કેવી રીતે કરવું, જાણો સેવન કરવાની સાચી રીત
- આજનું પંચાંગ 23 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા લોકોને પ્રમોશન મળશે, જાણો અન્ય રાશિઓની સ્થિતિ.
- જો તમે કાનના દુખાવાના કારણે ભારે બુટ્ટી પહેરી શકતા નથી તો આ ટ્રિક્સ અપનાવો
- ટૂંક સમયમાં બુધ ચાલશે ઉલટા માર્ગે, આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે