પાટણમાં પ્રથમ દિવસે શાળાઓમાં 30 ટકા હાજરી પાટણ જિલ્લાની ધોરણ 1 થી 12 ની 1092 શાળાઓ શરૂ , રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થતાં બે ત્રણ દિવસ લાગશે . પાટણ જિલ્લામાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો જિલ્લાની 896 પ્રાથમિક શાળાઓમાં 1. 50 લાખ વિદ્યાર્થીઓ અને 196 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 55000 બાળકોના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો . જેમાં પ્રથમ દિવસે શાળાઓમાં સરેરાશ 30 ટકા બાળકોની સંખ્યા આવતા પાંખી હાજરી જોવા મળી હતી . પ્રથમ દિવસે બાળકોને ઉષ્માભર્યું વાતાવરણ મળી રહે તે માટે મીઠું મોઢું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું . કેટલીક શાળાઓમાં બાળકોને વિવિધ રમતો રમાડી ખિલખિલાટ રાખવામાં આવ્યા હતા . પાટણ શહેરમાં વહેલી સવારે વિવિધ પ્રાથમિક શાળાઓમાં પ્રથમવાર શાળાએ આવતાં નાના ભૂલકાઓને વાલીઓ કાલાવાલા કરી હાથ પકડીને શાળાએ છોડવા આવ્યા હતા . જેમાં કેટલાક બાળકો હસતા રમતા શાળાએમાં આવતા હતા . ત્યારે કેટલાક બાળકો શાળાએ ના જવું હોય ચોધાર આંસુએ રડતાં રડતાં શાળામાં આવતા જોવા મળ્યા હતા . ધો . 6 થી 12 ના વિદ્યાર્થીઓ અલ્પ સંખ્યામાં શાળાઓમાં હાજર જોવા મળ્યા હતા
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું