પાટણમાં માખણીયા પરા પ્રાથમિક શાળામાં બ્લોક નાખવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ 2 લાખ ગ્રાન્ટ ફાળવશે પાટણ શહેરના માખણીયા પરાની પ્રાથમિક શાળામાં બાળકોને ચોમાસા દરમિયાન અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હોય પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મુલાકાત લઇ સમસ્યા હલ થાય માટે શાળામાં બ્લોક નાખવાં માટે બે લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવા માટે ખાતરી આપી હતી પાટણના માખણીયા પરા વિસ્તારની પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા શુક્રવારે મુલાકાત લીઘી હતી . જે દરમ્યાન વિસ્તારની પ્રાથમિક શાળામાં સ્કૂલની અંદર ભણતા નાના બાળકોને પાણી ભરાઈ જતા પાણીમાં થઈ સ્કૂલમાં ઓરડામાં જવું પડતું હોય મુશ્કેલીમાં મુકાતા હોય બાળકોની મુશ્કેલી હલ કરવા પ્રાથમિક શાળામાં ધારાસભ્ય દ્વારા બે લાખની ગ્રાન્ટ મંજૂર કરી બ્લોક નાખવાનું કામ કરાવવાની ખાતરી આપી હતી . તેમજ માખણીયા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન નંખાઈ ગયેલ હોય છતાં તેનું જોડાણ બાકી હોય રોડ રસ્તાની સમસ્યા હોય અધિકારીઓને ટેલિફોનીક રજૂઆત કરી સત્વરે સમસ્યા હલ કરવા ઉગ્ર માંગ કરી હતી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ 2 લાખ ગ્રાન્ટ ફાળવાની જાહેરાત કરી
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ