- આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
- અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવા વરસાદની સંભાવના
ગુજરાતભરમાં ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે અને પાક સારો એવો લહેરાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે ચિંતા વધારતી આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે માવઠાની આગાહી પણ કરી છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સોરાષ્ટ્ર પંથકના અમરેલી, રાજકોટ અને દ્વારકા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે.
સાથે જ કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. હાલ સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતું આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.