ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત કમિશ્નરશ્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી- ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)અંબાજી તથા ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી(હસ્તકલા), હસ્તકલા સેવા કેંદ્ર, ભુજની કચેરી દ્વારા પથ્થરકળા સાથે સંકળાયેલા કારીગરો- ઉદ્યોગકારો તેમજ સાપ્તીના વિદ્યાર્થીઓ માટે પી.એમ. વિશ્વકર્મા, કૌશલ સન્માન યોજના, સહિતની કારીગરો માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા અંગે વર્કશોપ “ચૌપાલ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં AGM નાબાર્ડ- બનાસકાંઠા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, કાપડ મંત્રાલય-ભારત સરકાર હેઠળના હસ્તકલા સેવા કેન્દ્ર ભુજ-કચ્છ, સાપ્તી-અંબાજી વગેરેના અધિકારીશ્રીઓએ માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. આર્ટીઝનોના ધંધાકીય એક્મો માટે વિવિધ સાધનો- મશીનો ખરીદવા માટે ગુજરાત સરકાર અને ભારત સરકારના વિવિધ વિભાગોની લોન અને સબસીડીવાળી તથા નિકાસની અન્ય યોજનાઓ અંગે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમમાં અંબાજી તથા આજુબાજુ શિલ્પકામ કરતા ૫૦ થી વધુ આર્ટીઝનોએ ભાગ લઇ સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ લેવા જરુરી એવા આર્ટીઝન કાર્ડ કઢાવવા માટે અરજી પણ કરાવવામાં આવી હતી.