દેશમાં આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આની પહેલા મહિલા ખેડૂતોને મોટી ખબર મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા ખેડૂતોને વાર્ષિક મળનારી સમ્માન નિધિ ડબલ કરશે. જો એવું થયું તો મહિલા ખેડૂતોને દર વર્ષે 12 હજાર રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી મળશે. જો કે હાલ પૂરતુ તો સમ્માન નિધિના રૂપમાં દેશના ખેડૂતોને વાર્ષિક છ હજારની રકમ અપાય છે.
મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર જલ્દી જ જમીનની માલિકી ધરાવતી મહિલા ખેડૂતોને સમ્માન નિધિ બેગણી કરવાની જાહેરાત કરી શકે છે. એટલે કે મહિલા ખેડૂતોને વાર્ષિક 12 હજાર રૂપિયા મળી શકે છે. આ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે, જો કે ભવિષ્યમાં તેનો અમલ થશે કે નહીં તે હજુ બાકી છે. આ સિવાય આર્થિક રીતે પછાત મહિલાઓ માટે કેશ ટ્રાન્સફર સ્કીમ શરૂ કરવાનો પણ પ્રસ્તાવ છે.