Salangpur Hanumanji : યાત્રા ધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ તૈયાર કરાયા છે.
અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેઇલી હેલિકોપ્ટર રાઈડની શરૂઆત કરવામાં આવશે. હેલિકોપ્ટર રાઈડ સર્વિસની શરૂઆત મે મહિનામાં થવાની છે.

હવે હેલિકોપ્ટરથી જઈ શકાશે સાળંગપુર
અમદાવાદથી બોટાદ સાળંગપુર હનુમાનજી મંદિર 140 કિલોમીટરનું અંતર છે, અને અમદાવાદથી સાળંગપુર પહોંચતા સામાન્ય લગભગ 3 કલાકનો સમય લાગે છે, પરંતુ હવે યાત્રા ધામ વિકાસની હેલિકોપ્ટર રાઈડ દ્વારા આ અંતર 40 મીનીટમાં જ કપાશે.અને પ્રાથમિક માહિતી મુજબ, આ રાઈડનું ભાડું લગભગ 30 હજાર રૂપિયા જેટલું રહેશે. 6 લોકો બેસી શકે એટલી ક્ષમતાનું આ હેલિકોપ્ટર રહેશે.