Gujarat Weather Ambalal Patel: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના નાગરિકોને આગામી સમયમાં ગરમીથી રાહત મળશે. 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાત માં 26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.
26 થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદ માં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરનાં ચક્રવાત ની અસર પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા સહિતનાં ભાગોમાં જોવા મળશે. 14 થી 28 જૂન વચ્ચે નીરનીરાંતર ચોમાસુ ગુજરાતમાં આવવાની શક્યતા છે.
આ સાથે જ વાવાઝોડા અને ચોમાસા પર અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે. અંબાલાલના મતે બંગાળનો ઉપસાગર વલોવાશે. આ વખતે વાવાઝોડા, આંધી, વંટોળ વધુ રહેશે. 7 જૂનથી 14 જૂનમાં ફરી આંધી વંટોળ સાથે વરસાદ થશે. 7 જૂન આસપાસ સમુદ્રમાં કરંટ જોવા મળશે. 18થી 25 જૂન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે. જૂનમાં ફરી આંધી, વંટોળ સાથે વરસાદ થશે. કાચા મકાનોના છાપરાં ઉડે તેવો પવન ફૂંકાશે. ગાજવીજ, આંધી સાથે વરસાદ થવાની શક્યતા છે. નોંધનીય છે કે, આગઝરતી ગરમીમાં ગુજરાત શેકાયું છે. ગુજરાતના 15થી વધુ શહેરમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 3 શહેરમાં ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી છે. 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યો છે.
બંગાળની ખાડીમાં 23 મેના રોજ એક શક્તિશાળી ચક્રવાત (Cyclone)ની શક્યતા છે. ભારતીય હવામાન (Weather) વિભાગ (IMD) એ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સમુદ્રમાં પ્રવેશતા માછીમારો (Fisherman) માટે ચેતવણી જારી કરી છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આજે સવારે દક્ષિણ પશ્ચિમ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. અમે આશા રાખીએ છીએ કે તે ધીમે ધીમે ઝડપી બનશે. આ પછી, 23 મે સુધીમાં, ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા બંગાળની ખાડી પર એક ડિપ્રેશન બનશે. તે આગળ વધવાનું ચાલુ રાખશે અને 24મીની સવારે તીવ્ર બનશે. દરિયાની આ સ્થિતિ માછીમારો માટે સલામત નથી. તેથી અમે ચેતવણી આપી છે કે તેઓ આજે સાંજ સુધીમાં દરિયાકિનારે પાછા ફરે. તે જ સમયે, પૂર્વ કિનારાના રાજ્યો તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓના માછીમારોએ 26 મે સુધી દરિયામાં ન જવું જોઈએ. અમે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા રાખીએ છીએ