Weather : વધી રહેલી ઠંડી બાદ હવામાનનો મિજાજ બદલાયો
ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો
દેશભરમાં વધી રહેલી ઠંડી બાદ હવામાનનો મિજાજ પણ બદલાવા લાગ્યો છે. અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી છે. ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે, જ્યારે દક્ષિણમાં વરસા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની સંભાવના પણ છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેશે.આમ ધીમે ધીમે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રભુત્વ જામી રહ્યું છે. આમ મોટાભાગના સ્થળોએ હજુ આગામી પાંચ દિવસ ફુલ ગુલાબી ઠંડીનો અનુભવ થશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-NCRમાં વરસાદ બાદ તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે. 11 ડિસેમ્બરથી ઉત્તરપશ્ચિમ ભારતને અસર કરી શકે છે, ત્યારબાદ રાજધાનીમાં ઠંડા પવનની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ આગામી દિવસોમાં પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા હિમવર્ષા અને વરસાદ થશે. ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.