ચાલુ વર્ષે પડેલા સારા વરસાદને કારણે બનાસ નદીમાં પાણીની સારી એવી આવક થતા બનાસ નદી પર આવેલ દાંતીવાડા ડેમ ભરાઈ જવા પામ્યો જેની પાણીની સપાટી 604 ફૂટ પર પહોંચતા તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે દાંતીવાડા ડેમના પહેલા ચાર ત્યારબાદ છ અને હવે સાત દરવાજા ખોલી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું.
બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા તંત્ર દ્વારા બનાસકાંઠાના નદીકાંઠાના વિસ્તારોને સાવચિત રહેવાનું જાહેર કરવામાં આવ્યું તંત્ર દ્વારા નદીના પટમાં કોઈપણને ન ઉતારવા જાહેરાત કરવામાં આવી.
બનાસ નદીના કાંઠે આવેલા ડીસા તાલુકા અને કાંકરેજ તાલુકાના ગામોને જાહેર કરવામાં આવ્યા તેમજ નદીમાં કોઈએ ન નાહવા જવું તેવી જાહેરાત કરવામાં આવી