ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેનની પ્રથમ ટર્મની મુદ્દત 30 સપ્ટેમ્બરના રોજ પુરી થઇ હતી. જેથી બીજી ટર્મના ચેરમેન માટે શુક્રવારે માર્કેટયાર્ડમાં દ્રષ્ટીબેન ઓઝા ચુંટણી અધિકારી અને નાયબ નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરના અધ્યક્ષસ્થાને આ ચુંટણી યોજાઇ હતી. જેમાં 18 પૈકીના 16 સભ્યો હાજર રહ્યા હતા અને બે સભ્યો ગેરહાજર રહ્યા હતા.
જેમાં ભાજપ દ્વારા મેન્ડેડ ગુજરાત રાજ્યના પૂર્વમંત્રી હરજીવવનભાઇ પટેલના પુત્ર વિરલભાઇ પટેલનું નામ આપવામાં આવ્યું હતું. જેથી તમામે આ મેન્ડેડનો સ્વીકાર કરીને વિરલભાઇ હરજીવનભાઇ પટેલને ફોર્મ ભરાવ્યું હતું અને તે ફોર્મ એક જ આવવાથી વિરલ પટેલને બિનહરીફ ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.