- પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળો જનપ્રતિસાદ મળ્યો
- મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં મેસર ગામે યોજાયો કાર્યક્રમ
“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અન્વયે પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જનપ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સરસ્વતી તાલુકાનાં મેસર ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યાત્રાના રથનું આગમન થતાં જ ગ્રામજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
મંત્રીના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો, સહાય,હુકમ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રી શ્રી તેમજ ગ્રામજનોએ વિવિધ વિભાગના સ્ટોલની મુલાકાત લઈને સરકારની યોજનાઓનાઓ વિશે માહિતી મેળવી હતી.