- વાયબ્રન્ટ સમિટ 2024ની તૈયારી
- વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે સમિટ દર 2 વર્ષે યોજવામાં આવે છે
- વોલ પેઈન્ટિંગ, સેમિનાર હોલ, રોડ બ્યુટીફિકેશન, મહાત્મા મંદિર એન્ટ્રન્સના દરવાજાનું શુસોભન
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(VGGS) 2024 ગુજરાતમાં યોજવામાં આવી રહી છે. આગામી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગર ખાતે આ સમિટનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
“ગેટવે ટુ ધ ફ્યુચર”ની થીમ ઉપર ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે. કોન્ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રી(CII) અને iNDEXTb સાથેની ભાગીદારીમાં ગુજરાત સરકાર આ સમિટનું આયોજન કરશે. ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 સપ્ટેમ્બર 2003ના રોજ વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર મીટની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકાર રાજ્યની રોકાણની સંભાવનાઓને પ્રોત્સાહિત કરવા અને વૈશ્વિક રોકાણકારોને ગુજરાતમાં આકર્ષવા માટે સમિટ દર 2 વર્ષે યોજવામાં આવે છે.
ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિઓ રાજ્યના વિવિધ ક્ષેત્રોની શક્તિઓ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત @2047ના વિઝનને આગળ ધપાવવા માટેની તૈયારીઓ દર્શાવવા માટે વિવિધ સેમિનાર અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન, ખાદ્ય સુરક્ષા, હેલ્થ કેર, ટેકનોલોજી અને લાઈફ સાયન્સ જેવી વિવિધ થીમ ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં રાખવામાં આવી છે. સમિટની કેટલીક હાઈલાઈટ્સમાં ગુજરાતના રોડ મેપ ટુ વિકસિત ભારત 2047 અને msme conclaveનો પણ સમાવેશ પણ કરવામાં આવ્યો છે.
મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ 2024 ડિજિટલ ઈન્ડિયા પહેલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન, ઈન્ડિયા ટેક, ઉદ્યોગ 4.0, ઈન્ડિયા સ્ટેક સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, જેવા સર્વિસ સેક્ટર ઉપર ફોકસ કરવામાં આવશે. આ ઉપરાંત કન્ઝ્યુમર ટેકનોલોજી, ફાઈનાન્સિયલ સર્વિસ, હેલ્થ, એજ્યુકેશન, હોસ્પિટાલિટી, સ્માર્ટ ઈન્ફાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટીઝ જેવા વિવિધ સર્વિસ સેક્ટરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે વધારી શકાય તેવા કાર્યક્રમો અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
વાયબ્રન્ટ સમિટ 2024ની તૈયારી માટે મહાત્મા મંદિર ખાતે વોલ પેઈન્ટિંગ, સેમિનાર હોલ, રોડ બ્યુટીફિકેશન, મહાત્મા મંદિર એન્ટ્રન્સના દરવાજા વગેરે અનેક વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે. 10મી ગુજરાત વાયબ્રન્ટ સમિટ માટે વિધાનસભા પરિસરમાં આવેલ માન્ય મુખ્યમંત્રીનું કાર્યાલય ss1, નવા સચિવાલય અને ગાંધીનગર શહેરના રસ્તાઓ વગેરે જગ્યાએ કલરફુલ ફ્લાવર્સ , બેનર્સ અને વાયબ્રન્ટ સમિટના લોગો પણ મૂકવામાં આવી રહ્યા છે.