- ગુજરાતની અસ્મિતાની ઝલક બતાવીને અતિથિઓનું સ્વાગત
- એસપી રીંગ રોડથી ગાંધીનગર જતા અંડરબ્રિજને શુશોભિત
ગુજરાતના પાટનાગર ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જેને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાત સરકારે તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિડિયો કોન્ફરન્સ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે.
વાયબ્રન્ટ ગુજરાત 2024ને લઈને અમદાવાદના એરપોર્ટ પર તૈયારીઓ તેજ થઈ ગઈ છે. વાયબ્રન્ટ સમિટને કારણે અમદાવાદ એરપોર્ટ વિશેષ ચાર્ટડ પ્લેનથી ધમધમતુ રહેશે. ગુજરાત સરાકરે 3 દિવસ માટે ચાર્ટડ પ્લેનનું કરાવ્યું એડવાન્સ બુકીંગ કરાવી લીધું છે. વાયબ્રન્ટમાં આવનાર અતિથિઓ માટે ખાસ ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતની ઝાંખી કરાવાશે અને ગુજરાતની અસ્મિતાની ઝલક બતાવીને અતિથિઓનું સ્વાગત કરાશે.
અમદાવાદ એરપોર્ટ જવાના રસ્તાઓ ઉપર રંગરોગાન, બેનર, પોસ્ટર, સહિતની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વાયબ્રન્ટની તૈયારીને લઈને અમદાવાદ એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના તમામ રસ્તાઓ પર બેરીકેટસ લગાવી દેવાયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમીટને લઈને એરપોર્ટ ઓર્થોરિટીમાં બેઠકમાં દોર શરૂ થઈ ગયો છે. અન્ય ફ્લાઇટની વ્યવસ્થા ખોરવાય નહીં તેવા પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ પર કરવામાં આવશે.
આગામી 10 થી 12 જાન્યુઆરીના રોજ યોજાશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2024. વાયબ્રન્ટ સમીટની પુર જોશમાં તૈયારીઓને લઈને ગુજરાત સરકારે એસપી રીંગ રોડથી ગાંધીનગર જતા અંડરબ્રિજને શુશોભિત કરવાનું શરૂ કરી દીધું છે. અંડરબ્રિજની દીવાલો પર હેરિટેજ અમદાવાદના ચિત્રો દોરવમાં આવ્યાં છે.
ખાસ આર્ટિસ્ટો અને પેઈન્ટરો દ્વારા અંડરબ્રીજ દીવાલો ઉપર એલિસબ્રિજ, ઝૂલતા મિનારા, અડાલજની વાવ અને અમદાવાદના તમામ દરવાજાના ચિત્રો દોરવામાં આવ્યાં છે અને અમદાવાદના તમામ હેરિટેજ સ્થળોને અંડરબ્રિજની દીવાલો પર અંકિત કર્યાં છે.