- એક જ દિવસમાં રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે MoU
ગાંધીનગર ખાતે વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂપિયા 1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે 23 MoU સંપન્ન થયા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પુર્વાર્ધરુપે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ રોકાણકારો સાથે MoU કરવામાં આવ્યા હતા.
આ MoUમાં પોર્ટ અને પોર્ટ સંબંધિત, પાવર, એન્જિનિયરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીઝ, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ, ઔદ્યોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ, શિક્ષણ તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. અર્ત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે અત્યાર સુધીમાં રૂપિયા 1.35 લાખ કરોડના સંભવિત રોકાણો માટે 100 MoU થયા છે.