લોકસભા ર૦ર૪ ની ચુંટણી બાદ ગુજરાતની રાજનીતી માં સૌથી ચર્ચાસ્પદ એવા બનાસકાંઠા જીલ્લામાં ૧૩ નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચુંટણી યોજાનાર છે. જેને ભાજપ કોંગ્રેસ બંન્ને પક્ષે ઉમેદવાર પસંદગી કરી લીધી છે.
લોકસભામાં બનાસની બેન તરીકે પ્રસ્થાપિત થયેલ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સાંસદ તરીકે ચુંટાઈ આવતાં ગેનીબેને વાવ બેઠકના ( Vav Seat Congress candidate ) ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતુ ૫રિણામે વાવ બેઠક પર ચુંટણી જાહેર થતાં એક તરફ ગેનીબેન માટે પોતાનો ગઢ બચાવવાનો પડકાર છે તો બીજી તરફ ગુજરાતની એકમાત્ર બનાસકાંઠા સીટ ગુમાવવાના કારણે વાવ સીટ બેઠક જીતવી એ ભાજપ માટે પણ આત્મ સન્માનનો સવાલ છે.
૧૯૬૭ થી ર૦૦ર સુધી વાવ-થરાદ સંયુક્ત વિધાનસભા બેઠકમાં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. પરંતુ ર૦૦૭ માં વાવ બેઠક અલગ થતાં જ અહીં ભાજપ કોંગ્રેસ બંન્ને નું પલડું લગભગ સમાન સ્તરે પહોંચી ગયું છે.
વર્ષ ર૦૧ર ની વાવ વિધાનસભા ચુંટણી સમયે ગેનીબેનની ટીકીટ માટેે કોંગ્રેસ એનસીપીનું ગઠબંધન તુટ્યું અને ત્રિપાંખીયો જંગ જામ્યો. પરિણામે કોંગ્રેસના મતોનું ધૃવીકણ થયું અને ભાજપના શંકરભાઈ ચૌધરી વાવ બેઠક પરથી જીતી ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતા જ જિલ્લા સહિત રાજ્યનું રાજકારણ ગરમાયું છે. વાવ વિધાનસભાની સીટ ગુજરાતની હોટ સીટ અને ગુજરાતનું નાક માનવામાં આવે છે. આથી આ વખતે પેટા ચૂંટણીમાં આ સીટ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જાેર લગાવશે,
વાવ વિધાનસભાના ( Vav Assembly seat by-election ) મતદારોએ પણ ભાજપ-કોંગ્રેસ નહિ પણ ઉમેદવારને જાેઈને મત આપવાનું મન બનાવી લીધું છે, વાવ વિધાનસભાના મતદારો પણ આ વખતે અમારે સ્થાનિક અને ખેડૂત પુત્ર અથવા તો ગરીબ વર્ગનો ધારાસભ્ય ખેડૂતો અને પશુપાલકોની વાતો સાંભળે તેવા ધારાસભ્ય ની અપેક્ષા રાખી ચુંટવા મન મનાવી લીધું હોવાનું જણાય છે.
ઉપરાંત સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોય કે પછી બધા જ હતોક્ષાર હોય જેવા ખાસ મુદા વણ ઉકેલ્યા છે જેનો નિવેડો લાવે તેવો આ વખતે સક્ષમ ઉમેદવારને જ જીતાડવા જેવા નિર્ધાર કર્યો છે.
ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ ધરાવતી વાવ વિધાનસભાની ચુંટણી ને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા સાત જેટલા દાવેદારો નોધાયેલ જેમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત ઉપર મહોર લગાવી છે.
લોકો એ જણાવ્યું હતું કે અમારે ગરીબ અને સ્થાનિક ઉમેદવાર જે અમારી વાણીને સમજી શકે અને નાની-મોટી મુશ્કેલીનો નિવેડો લાવી સરકારમાં રજૂ કરે કરી શકે તેમજ ખેડૂત વર્ગના નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ કરાવી શકે તેવા જ ઉમેદવારોને ચૂંટીશું. ઉપરાંત અમુક વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેવી કે આ સરહદી વિસ્તારના ગામડાઓમાં રેગ્યુલર વીજ પુરવઠો મળતો નથી અને દર વર્ષે ઉનાળામાં સરહદી વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીના અછત સર્જાય છે. રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. સિંગલ પટ્ટી રોડ પર ગાંડા બાવળનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે.’
જ્યારે ખેડૂત વર્ગને તેમજ સરહદી વિસ્તારના લોકોને વર્ષોથી સરહદી પંથકમાં આરોગ્યને લગતી કોઈ સુવિધા નથી. સામાન્ય ડીલેવરી કરવી હોય તો પણ થરાદ જવું પડે છે. ઉપરાંત સરહદી પંથકમાં છેલ્લા દસ વર્ષથી ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે. ક્ષારને અટકાવવા કોઈ કાર્યવાહી આજદિન સુધી કરવામાં આવી નથી. જાે ક્ષાર આમ જ વધતો રહેશે તો એક દિવસ ખેડૂતો જમીન વિહોણા બની જશે. આમ, આવી તમામ સમસ્યાઓ હલ કરે તેવા નેતાની અપેક્ષા રાખી રહ્યા છે.
દિવાળીની પુર મોસમ વચ્ચે ચુંટણી જંગમાં રંગબેરંગી વાદળો ફટાકડાના ધૂમાડામાં સર્જાયા છે. દિવાળીની ઉજવણી પુરી કરી સૌ બાદ દિવસ ની દોટ લગાવશે. જેમાં કોના ફટાકડા કોણ ફોડી નાખે છે. તે જાેવાનું રહે તો કેટલાય ટીકીટ વાંચ્છુઓ પાર્ટી એ પસંદ કરેલા ઉમેદવારો નું સરસૂરીયું કરી નાખવા પણ નેતાગીરી ભારે ઉતાવળી બની જાય તો નવાઈ નહીં.
તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૨૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
વાવ વિધાનસભા વિસ્તારમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે. વય મુજબ મતદારોની વાત કરીએ તો ૧૮ થી ૧૯ વર્ષના કુલ ૧૨,૮૨૩ મતદારો, ૨૦ થી ૨૯ વર્ષના કુલ ૮૨,૩૯૭ મતદારો, ૩૦ થી ૩૯ વય જૂથના કુલ ૭૨,૮૦૩ મતદારો, ૪૦ થી ૪૯ વય જૂથના કુલ ૫૭,૦૮૨ મતદારો, ૫૦ થી ૫૯ વય જૂથના કુલ ૩૮,૮૭૫ મતદારો, ૬૦ થી ૬૯ વય જૂથના કુલ ૨૮,૬૮૦ મતદારો, ૭૦ થી ૭૯ વય જૂથના કુલ ૧૩,૩૧૬ મતદારો તથા ૮૦+ વય જૂથના કુલ ૪,૭૦૫ મતદારો નોંધાયા છે. આ સાથે કુલ ૨૫૮૧ P.W.D મતદારો નોંધાયા છે. વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે
આ પણ વાંચો – આદિત્ય ઠાકરે માટે એકનાથ શિંદેની ખાસ યોજના, આ દિગ્ગજ ચહેરો વરલી સીટ માટે ઉમેદવાર બનશે