દિયોદર તાલુકા મધ્યે શ્રી તપસ્વી વિદ્યા સંકુલ આવેલું છે, જેમાં વિવિધ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે અને તાજેતરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી વિવિધ અભ્યાસક્રમો માટે તેમને પરમિશન આપવામાં આવી છે. જેમાં સર્ટિફિકેટ કોર્ષ, સ્નાતક કોર્ષ જેવા વિવિધ અભ્યાસક્રમો ચાલુ કરવામાં આવ્યા છે
તપસ્વી વિદ્યા સ્કૂલમાં આજરોજ નવરાત્રી પર્વની તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી જે વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે તેની રીબીન કાપીને ખુલ્લા મુકવામાં આવ્યા આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ તથા સંસ્થાના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી દ્વારા રીબીન કાપી અભ્યાસક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે પધારેલ ધારાસભ્યનું સંસ્થાની બાળાઓ દ્વારા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સંસ્થાના પ્રમુખ ડાયાભાઈ ચૌધરી દ્વારા વિવિધ અભ્યાસક્રમો વિશે સંકુલમાં આવેલા વિદ્યાર્થીઓ તેજમ અન્ય મહેમાનોને માહિતી આપવામાં આવી ત્યારબાદ ધારાસભ્ય દ્વારા શ્રી અંબે માતાજીની આરતી ઉતારી વિદ્યાર્થી ઓના ગરબા પ્રારંભ કરાવવામાં આવ્યા હતા, અને આ પ્રસંગે વિદ્યાર્થીઓ તેમજ શાળા સ્ટાફ મન મૂકીને ગરબે ઝૂમેલ અને આનંદ માણેલ.