સૌરાષ્ટ્ર,દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલ સાયક્લોનીક સરક્યુલેશનની અસર
ગુજરાતમાં તાજેતરમાં આવેલ માવઠાએ ભારે વિનાશ કર્યા બાદ ફરી એકવાર ખેડૂતો માટે ઉભી કરી છે. હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.આજથી 5 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ પહેલા પણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી Paresh Gauswami એ પણ આગાહી કરી છે કે, 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ આજથી 5 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ Unseasonal Rain પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે તો 2થી 4 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.રાહતની વાત એ છે કે આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું નહીં હોય. આ વખતે સાર્વત્રિક ઝાપટાં નહીં હોય. 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા આવશે. Ambalal Patel
Read More : Gujarat : ગુજરાતમાં ફરીથી વ્યાજખોરોએ માથું ઉચક્યું. વધુ ૧ વ્યક્તિએ કર્યું મોતને વહાલું.
રાજ્યના વિવિધ ભાગોમાંથી આગેવાન-કાર્યકરો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા