કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સાસંદ શારદાબેન પટેલે મહેસાણા ખાતેની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં 85 કરોડ રૂપિયાના વિકાસકામોનું ઉદ્દઘાટન કર્યું . જેમાં આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના નવા ભવન, અદ્યતન સુવિધાઓથી સજ્જ નુતન કોલેજ ઓફ નર્સિંગનું નવું બિલ્ડિંગ, નુતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન એન્ડ કોમ્યુનિકેશન કોલેજ ખાતે ડિઝાઇન સ્ટુડિયો અને યુનિવર્સિટીના સ્ટાફ માટે નવનિર્મિત સ્ટાફ ક્વાટર્સનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શ્રી માંડવિયાએ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે છઠ્ઠા પદવી સમારોહમાં હાજરી આપી હતી. આ પદવીદાન સમારોહમાં શૈક્ષણિક વર્ષ 2022-23 માં ઉત્તીર્ણ થયેલ કુલ 1 હજાર 720 વિધ્યાર્થીઓને પદવીઓ તેમજ 36 સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે. ભારતને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માં યુવાનોનું યોગદાન મહત્વ પૂર્ણ છે.