ખેડા અને અમદાવાદ જિલ્લાની સીમા વચ્ચે સપ્તનદીના સંગમ સ્થાને દર વર્ષે ભરાતો વૌઠા પાલ્લાનો લોકમેળો શરૂ થયો છે. પાંચ દિવસના આ લોકમેળાના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે ઉપસ્થિત રહી જનતાને શુભેચ્છા પાઠવી હતી.
કાર્તિક સુદ અગિયારસથી કાર્તિક સુદ પૂર્ણિમા સુધી ભરાનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે. લોકમેળાના શુભારંભે પૂર્વ રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કિરીટ સિંહ ડાભી,કલ્પેશભાઈ પરમાર,બંને જિલ્લા તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મેળા દરમિયાન સપ્તનદીના બંને તટે આવેલા મહાદેવના મંદિરોમાં દર્શનાર્થીઓ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટે છે.