- ગિફ્ટસિટીમાં 50 જેટલા સર્વિસ પ્રોવાઈડર્સ અને 40 ફીનટેક એન્ટીટી કાર્યરત
ગાંધીનગરમા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત “ગિફ્ટ સિટી – એન એસ્પિરેશન ઓફ મોડર્ન ઈન્ડિયા” સેમિનારને સંબોધતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે, વર્ષ 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાણાકીય સેવાઓ અને ટેક્નોલોજીના સમન્વયનો આપેલો વિચાર ગિફ્ટસિટીથી ચરિતાર્થ થઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે, બદલાતા વૈશ્વિક નાણાકીય પ્રવાહો વચ્ચે નાણાકીય બજારના વિકાસ માટે મૂડી રોકાણ મહત્વનું પાસું છે. મંત્રીએ ઉમેર્યું હતુ કે, ગિફ્ટ સિટીમાં હાલમાં 3 આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટોક એક્સચેન્જ, 9 વિદેશી સહિત કુલ 25 બેંક, 26 એરક્રાફ્ટ લિઝર્સ અને 80 ફંડ મેનેજર્સ કાર્યરત છે.
તેમણે એમ પણ કહ્યું કે, શિપ બિલ્ડિંગ અને લિઝિંગ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ગિફ્ટ સિટીમાં અનુરૂપ વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ગિફ્ટસિટીમાં 50 જેટલા સર્વિસ પ્રોવાઈડર્સ અને 40 ફીનટેક એન્ટીટી પણ કાર્યરત છે.