એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી બનાસ ડેરીની સહકારી પ્રવૃતિ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે અને ડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરી ટેક્નોલોજી, અભ્યાસ, સંશોધન અને અવનવા વિચારોનાં આદાન પ્રદાન કર્યા બાદ પાલનપુર સહિતના અન્ય આધુનિક પ્લાન્ટ્સની જેમજ સંપૂર્ણ ઓટોમેટિક 20 MTPD પનીર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવા જય રહી છે
તેમજ આ પ્લાન્ટમાં જ સાધનો અને ટેક્નોલોજી છે તે ભારતમાં નિર્મિત છે અને દેશના વડાપ્રધાન મોદીજીનાં “મેક ઇન ઇન્ડિયા”ને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે અને આત્મનિર્ભર ભારત માટે સરકાર જે અભિયાન ચલાવી રહી છે તેના માટે મોટું યોગદાન પૂરું પાડશે છે.
દેશ તેમજ બનાસ ડેરી માટે તે માત્ર ઓટોમેટિક પનીર ઉત્પાદન માટેનો પ્રોજેક્ટ જ નથી, પરંતુ તે મેન્યુઅલ પનીર ઉત્પાદન પ્રક્રિયામાંથી સંપૂર્ણ સ્વચાલિત પનીર ઉત્પાદન પ્રક્રિયા અને વિકાસની નવી યાત્રા છે ભારતીય ડેરી ઉદ્યોગની પ્રશંસનીય સિદ્ધિ છે જે સહકાર ક્ષેત્રનાં ઉત્તમ આયામો થકી બનાસ ડેરીને આત્મનિર્ભર બનાવે છે.