કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની આગેવાની હેઠળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં મામલતદાર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ પ્રારંભ કરેલ સ્વચ્છતા હી સેવા અભિયાન દેશ વ્યાપી બન્યું છે. સ્વચ્છતા એ માત્ર સરકારી કાર્યક્રમ જ નહીં પરંતુ નાગરિકોના જીવનની રીતમાં પણ પાયાનો સિદ્ધાંત બની ગયો છે.
તેમણે ઉમેર્યું કે આપણી આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ રાખવોએ આપણી જવાબદારી છે. અઠવાડિયામાં એક વખત એક કલાક આપણે સૌએ મહાશ્રમદાનનું આયોજન કરવું જોઈએ અને તેમાં સહભાગી થઈને જામનગર જિલ્લાને સ્વચ્છ બનાવવાની જવાબદારી ઉઠાવવી જોઈએ. આ ઝુંબેશમાં કેબિનેટ મંત્રી Raghvji patel શ્રી અને વિવિધ અધિકારીઓ, અગ્રણીઓ તેમજ નાગરિકો જોડાયા હતા.