Gujarat News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં શ્વાને બળકીને બચકા ભરતા તેનું કરૂણ મૃત્યું થયું છે. રૂપામોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષની પુત્રી પુરીબેન પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો.
રાજ્યમાં એકવાર ફરી રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. રખડતા શ્વાને ફરીએકનો ભોગ લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં શ્વાને બળકીને બચકા ભરતા તેનું કરૂણ મૃત્યું થયું છે. રૂપામોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષની પુત્રી પુરીબેન પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેનું મૃત્યું નીપજ્યું છે.
રખડતા શ્વાનના કારણે બાળકીનુ મૃત્યુ
ભાણવડમાં શ્વાને બાળકીને બચકા ભરતા તેનું કરૂણ મૃત્યું થયું છે. શ્વાને બાળકી પર એટેક કરી શરીર પર બચકે બચકા ભરી શરીરી પર ઘાવે ઘાવ કરી નાંખ્યા હતાં. જેના પગલે બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ બાળકીને હોસ્પિટલ માટે સારવાર ખેસડવામાં આવી હતી પરંતુ તે પહેલા તેના શ્વાસ બંધ થઈ ગયા હતાં. અત્રે જણાવીએ કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષથી ડોગ બાઈટસના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
કુતરું કરડે તો હડકવા વિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી
આપને જણાવી દઈએ કે, વેટરનરી સર્જનએ જણાવ્યું કે, હડકવા ખૂબ જ ગંભીર રોગ છે. તેના પ્રિવેન્શન માટે જ કૂતરૂ કરડ્યા બાદ એન્ટી રેબિઝ ઇન્જેક્શન લેવાના હોય છે. જો તકેદારી નહીં લેવાય અને જો એકવાર હડકવા થાય તો પછી સારવાર શક્ય નથી. હડકવા વાઈરસ મગજમાં કેન્દ્રીય ચેતાતંત્રને ચેપ લગાડે છે અને મગજને અસર પહોંચાડે છે. એટલે કૂતરું કરડી જાય તો તાત્કાલિક હડકવાવિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી છે. આ રસી તમામ હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં સરળતાથી મળી રહે છે.
કુતરું કરડે તો શું કરવું?
વેટરનરી તબીબ જણાવે છે કે, જો કોઈને કુતરુ કરડે છે, તો સૌથી પહેલા નળમાં પાણી ચાલુ કરો અને જ્યાં કૂતરુ કરડ્યું હોય તે જગ્યાને પાણીથી ધોઈ નાખો. તેનાથી લોહી બંધ થશે. કૂતરું કરડ્યા બાદ જે વાયરસ શરીરમાં પ્રવેશે છે તે પાણીને કારણે બહાર આવશે. થોડીવાર પછી એ જગ્યાને સાબુ અને પાણીથી ધોઈ લો. લોહીને બહાર આવવા દો. આવું 15-20 મિનિટ કરો. સ્વચ્છ કપડાથી સાફ કરો અને કોઈપણ પ્રકારનું ક્રીમ ન લગાવો. જે બાદ નજીકના ડૉક્ટર અથવા આરોગ્ય કેન્દ્રની સીધી મુલાકાત લો. કૂતરું કરાડ્યા બાદ રસી લેવી ખૂબ જ જરૂરી છે.