Rajkot News: રાજ્ય માં હાલે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રકાશિત પુસ્તકો માં હિન્દુ દેવી દેવતાઓ ને ખોટી રીતે દર્શાવવાના વિરોધમાં રાજ્યમાં વિવિધ જગ્યાએ સંત સમેલન યોજાઇ રહ્યા છે. જેના અનુસંધાને તારીખ 11 જૂન ના રોજ રાજકોટ ખાતે સંત મહા સંમેલન યોજાશે.
ગુજરાતભરમાંથી 2 હજાર જેટલા સાધુ-સંતો ભેગા થશે
રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન, ગુજરાતભરમાંથી 2 હજાર જેટલા સાધુ-સંતો ભેગા થશે, દેવી-દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલા ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરાશે, સમાજને એક કરીને સનાતન ધર્મને આગળ લાવવા પર થશે ચર્ચા
સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને
સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે. રાજકોટના ત્રંબા ગામ ખાતે આજે 11 જુનના રોજ સાંજે 5 વાગ્યે સંત સંમેલન મળવાનું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે જેને લઈને ત્રીજું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર શંકરાચાર્ય, કથાકાર સહિતના સંતો ઉપસ્થિત રહેશે. આ સાથે જ સંતોએ આ આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવાની તૈયારીમાં છે. ત્રંબા ખાતે જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિની ઉપસ્થિતિમાં મોટુ સંમેલન યોજાશે.
રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન કરાયું છે. ત્રંબામાં આવેલી ખાનગી શાળામાં સંત સંમેલન યોજાનાર છે. જેમાં દ્વારકાના પીઠાધીશ જગતગુરુ શંકાચાર્ય, કથાકાર મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા હાજર રહેશે. સાથે જ ગુજરાતભરમાંથી 2 હજાર જેટલા સાધુ-સંતો ભેગા થશે. આ સંમેલનમાં દેવી-દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલા ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરાશે. સાથે જ સમાજને એક કરીને સનાતન ધર્મને આગળ લાવવા પર ચર્ચા કરાશે