- વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માં સહભાગી થવા બદલ ઉષ્માસભર સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ કર્યુ
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માં સહભાગી થવા ગુજરાત આવેલા તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ શ્રી જોસે રામોસ હોર્તાનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ Bhupendra Patel એ કર્યુ હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગુજરાતના પ્રવાસે પધારેલા તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોસે રામોસ હોર્તાનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રીને આવકારવામાં આવ્યા હતા.
આ તકે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક, વિદેશ મંત્રાલયના ચીફ ઓફ પ્રોટોકોલ અંશુમન ગૌર, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રીને આવકાર્યા હતા.