Dwarka Building Collapsed: ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં એક મહિલા અને બે બાળકોના મોત થયા છે. પોલીસે આ માહિતી આપી છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયું હતું. NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. Dwarka Building Collapsed
મહિલા અને બે બાળકીઓનું મોત
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં એક વૃદ્ધ મહિલા અને તેના પરિવારની બે પુત્રીઓનાં મોત થયાં હતાં. પોલીસે બુધવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે ઘર જર્જરિત હાલતમાં હતું. તેમણે જણાવ્યું કે આ અકસ્માત જામ ખંભાળિયા શહેરના ગગવાણી ફળી વિસ્તારમાં મંગળવારે સાંજે થયો હતો.
પાંચ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે
પોલીસે જણાવ્યું કે સ્થળ પર લગભગ છ કલાકના બચાવ અભિયાન બાદ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે પાંચ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ઇમારત ધરાશાયી થઈ હતી, જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), પોલીસ અને ફાયર વિભાગની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી અને કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. Dwarka Building Collapsed
#WATCH | Gujarat: Due to heavy rainfall, a house collapsed in Khambhalia taluka of Dwarka district. The NDRF team is present at the spot and a rescue operation is underway. More details awaited. pic.twitter.com/ZbcDBZvk1A
— ANI (@ANI) July 23, 2024
Dwarka Building Collapsed
દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ
પોલીસે જણાવ્યું કે મૃતકોની ઓળખ કેશરબેન કંજરીયા (65), પ્રીતિબેન કંજરીયા (15) અને પાયલબેન કંજરીયા (18) તરીકે થઈ છે. બિલ્ડીંગ ધરાશાયી થતાં સ્થાનિક લોકોએ કાટમાળ નીચે ફસાયેલા પાંચ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. પોલીસે જણાવ્યું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ડેમની જળસપાટી વધી છે અને નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. Dwarka Building Collapsed