બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખેમંત પાસે ( Road Accident ) કાર અને બાઇક વચ્ચે અથડામણમાં ત્રણ યુવકોના મોત થયા છે. અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જે કાર સાથે બાઇક અથડાયુ તે નંબર પ્લેટ વગરની હતી. કારની અંદર ત્રણ નંબર પ્લેટ મળી આવી છે.
પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં મહિપતસિંહ વાઘેલા, પંકજસિંહ વાઘેલા અને યોગેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે, જ્યારે મહાવીરસિંહ વાઘેલા ગંભીર રીતે ઘાયલ છે. જિલ્લાના ધાડા ગામના રહેવાસી મહિપતસિંહ વાઘેલા, પંકજસિંહ વાઘેલા, યોગેન્દ્રસિંહ વાઘેલા અને મહાવીરસિંહ વાઘેલા બાઇક પર ધાનેરાના ખેમંત ગામે ગરબા જોવા ગયા હતા. ચારેય મિત્રો શનિવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ ગરબા જોઈને તેમના ગામ ધાડા પરત ફરી રહ્યા હતા. ખીમંત ગામ નજીક ઉમેદપુરા પાટિયા પાસે સામેથી આવતી કારે યુવકના બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક અને કારના ટુકડા થઇ ગયા હતા. જેમાં બાઇક સવાર ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બાઇક લગભગ 200 મીટર સુધી કાર સાથે ખેંચાતી રહી. આ સંબંધમાં એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં કારમાં દારૂની બોટલ દેખાઈ રહી છે. જોકે, પોલીસે ફરિયાદમાં આનો ઉલ્લેખ કર્યો નથી.
આ પણ વાંચો – ગુજરાતમાં 3 નવા જિલ્લા બનાવવાને લઈને છેડાઈ ચર્ચા, જાણો કયા પ્રદેશને લોટરી લાગશે