- મંગળવારથી રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
- બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો
વાઇબ્રન્ટ સમિટ શરૂ થવાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. સરકારી અધિકારીઓ તો સતત વ્યસ્ત થઈ જ ગયા છે પણ સાથે સાથે હવે સરકારી કચેરીઓના સમયગાળાને પણ અસર જોવા મળી છે. વાઇબ્રન્ટ સમિટમાં આવનારા VVIPની સલામતીને લઈને સરકારે આજે વહેલી સવારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે. આ પરિપત્ર મુજબ એક દિવસ જ એટલે કે 10 જાન્યુઆરીના રોજ તમામ સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી ચાલુ થશે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશથી મહેમાનો આવવાનાં હોઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ વાયબ્રન્ટ સમિટનાં એક દિવસ પહેલા એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. જેને લઈ સમગ્ર વહીવટી તંત્ર ત્રણ દિવસ કાર્યક્રમોમાં વ્યસ્ત હોઈ બુધવારથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરાયો છે. જેથી સરકારી કચેરી ખાતે કામ અર્થે આવતા અરજદારોને ધક્કો ન ખાવો પડે તેમજ તેમનો સમય ન બગડે. વાયબ્રન્ટ સમિટને લઈ અધિકારીઓ વ્યસ્ત છે. જેને લઈ બુધવારથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બુધવારથી સરકારી કચેરી સવારે 10.30 ની જગ્યાએ બપોરે 12 કલાકે શરૂ થશે. સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી આ બાબતે લોકોને જાણ કરી છે.
ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટને લઈ તૈયારીઓ ચાલુ છે. આ તરફ હવે લોકસભા ચૂંટણીને પણ ગણતરીના મહિના જ બાકી છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીને લઈ BJP સક્રિય છે તો આ વખતે INDIA ગઠબંધન ભાજપની આગેવાની હેઠળની NDAને ચૂંટણીમાં પડકારવા ઊભું છે. આ મહાગઠબંધન માં 28 વિપક્ષી પાર્ટીઓ સામેલ છે. આવી સ્થિતિમાં ભાજપ છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં પોતાની જીતના પ્રદર્શનને વધુ બહેતર બનાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. જાહેરાનામામાં જણાવ્યા મુજબ આ રસ્તાઓ સંબંધિત જાહેરનામું આગામી 9થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેનાર છે. આ ઉપરાંત ચ (0) થી ચ (5) રોડને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે. ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.
ત્યારે આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમા રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ રોડ પણ આમ જનતા માટે પ્રતિબંધિત કરાયો છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ વડાપ્રધાનનાં હસ્તે મહાત્મા મંદિર કન્વેન્શન હોલ ખાતે થશે. જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર, ગિફ્ટ સીટી, રાજ ભવન રોડ અને મોર્ચા સ્કવોડનો સમાવેશ થાય છે. બંદોબસ્તમાં 1 ADGP, 6 IGP/DIGP, 21 SP, 69 Dy.SP. 233 PI, 391 PSI, 5520 પોલીસ, 100 કમાન્ડો, 21 મોરચા સ્કવોર્ડ, 8 QRT ટીમ, 15 BDDS સહિતનાં પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ તહેનાત રહેનાર છે.