- વિદ્યાર્થીઓ અને યુવાનોની વિવિધ સમસ્યાને લઈને વિવિધ ભાજપ સરકાર સામે આક્ષેપ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ વિદ્યાર્થીઓ અને યુવાનોની વિવિધ સમસ્યાને લઈને મીડીયાને સંબોધન કર્યું હતું. ગુજરાત પ્રદેશ એન.એસ.યુ. આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર લાંબાસમય સુધી ભરતી કરતી નથી, અને બીજીબાજુ અચાનક જ શૈક્ષણીક લાયકાતને બદલી નાખે છે તેનાથી ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોને અન્યાય થાય છે. સરકાર રોજગારી આપીને બેરોજગારી આંક ઘટાડવા નથી માગતીનો આક્ષેપ કર્યો છે.. તેમજ સરકાર શૈક્ષણીક લાયકાતો બદલીને બેરોજગારી આંકડો ઘટાડવા માંગે છે. દરેક ભરતીમાં કૌભાંડ પેપરો ફુટવા, મેરીટમાં ગોલમાલ ડમી ઉમેદવારો, અને આ ભાજપના રાજમાં સામાન્ય થઈ ગયું છે એટલે “કૌભાંડ અને કમલમ”, “ભ્રષ્ટાચાર અને ભાજપ” સાથે ચાલી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે..
તેમજ તલાટી કમમંત્રીની ભરતી જેતે સમયમાં ભ્રષ્ટાચારની એ.બી.સી.ડી. હતી. આ એ ભાજપ સરકાર છે કે જે તલાટીની ભરતીમાં 15-15 લાખ ભાવ બોલાતો હતો તે આ ભ્રષ્ટ ભાજપ સરકારની ઉત્તમ ઓળખ બની ગઈ. સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતીઓ વારંવાર પરીક્ષા રદ થતાં સમય-શક્તિ ના ખર્ચ સાથે આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે. સરકારના વિવિધ વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ ત્યારે આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરતી ભાજપા સરકાર, મુખ્યમંત્રી કાર્યાલય સહિત વિવિધ વિભાગોમાં આઠ-દસ વર્ષ થી નિવૃત થયેલા અધિકારીઓ-કર્મચારીઓ મહત્વના પદ પર અડીંગો જમાવી બેઠા છે, સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત કર્મચારીઓનો ભરડો હોય બીજી બાજુ સરકારના વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ.
વધુમાં એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગમાં 32000 શિક્ષકો સાથે મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આરોગ્ય વિભાગમાં મોટા ભાગના વર્ગ-3 અને 4ના કર્મચારી કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગથી ચાલી રહ્યાં છે. રાજ્યના મહેસુલ વિભૉગમાં 6 હજાર થી વધુ તલાટીની જગ્યા ખાલી છે. બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટીની જવાબદારી સંભાળે છે. વસ્તીના પ્રમાણે કાયદો-વ્યવસ્થા સંભાળતા પોલીસ દળમાં 40 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્યની વસ્તીમાં વધારો થયો પણ કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી- સંત્રી સાથેની ગોઠવણના લીધે આઉટ સોર્સિંગ- કોન્ટ્રાકટ નામે ગુજરાતના 9.5 લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે તેવું તેઓએ જણાવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઋતુરાજસિંહ ચુડાસમા અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણા ઉપસ્થિત રહ્યાં હતાં.